Vadodara: બાબરી પ્રસંગે જતા પરિવારને નડ્યો અકસ્માત, ટ્રક-આઈસર અથડાતા 1નું મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

vadodara accident
vadodara accident
social share
google news

Vadodara Accident News: વડોદરા નજીક સાકરદા ગામ બાબરીના પ્રસંગમાં જતા પરિજનોના વાહનને અકસ્માત નડ્યો હતો. આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતની આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે આઈસરમાં સવાર અન્ય 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: દેશની ટોચની બેંકે અચાનક 17,000 ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા, ક્યાંક તમારું કાર્ડ તો બ્લોક નથી થયું ને?

બાબરી પ્રસંગમાં જતા નડ્યો અકસ્માત

વિગતો મુજબ, આઈસર ટ્રકમાં 50 જેટલા કુટુંબીજનો છોકરાના બાબરી પ્રસંગમાં જઈ રહ્યા હતા. જોકે સાકરદા અને મોકસી ગામની વચ્ચે આઈસર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે આઈસરમાં સવાર 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, આથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: Gujarat Weather: ભરઉનાળે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્ર ચિંતાતૂર

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સારા પ્રસંગમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા વિસ્તાર ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત બાદ નજીકના ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. ઘટના પર સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આ મામલે ભાદરવા પોલીસે ગુનો નોંધીને તપાસની તજવીજ હાથ ધરી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT