VIDEO : 'અસલી મગરો માર્કેટમાં બેઠા છે...જે વડોદરાને ખાઈ ગયા...', પુરના પાણીથી ત્રાહિમામ થયેલા નાગરિકનો બળાપો

Gujarat Tak

ADVERTISEMENT

Vadodara rain
વડોદરા જળપ્રલય
social share
google news

Vadodara Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. તો વડોદરા શહેરની દશા બગડી ગઈ છે. વડોદરામાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. વડોદરામાં વરસાદના કારણે પુરની સ્થિતિ છે, જેના કારણે ઘર, સોસાયટી, શેરીઓમાં પાણી જ પાણી છે. જ્યારે બાઈક, કાર સહિતના વાહનો જળમગ્ન થયા છે. એક તરફ NDRF, ફાયર વિભાગ, પોલીસ જવાનો અને સેનાના જવાનો પણ રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં જોડાયા છે. બીજી તરફ હજુ વરસાદની ભીતિ છે અને વિશ્વામિત્રી નદીના મગરો પાણીની સાથે શહેરમાં આવી રહ્યા છે. આ વચ્ચે હવે જનતાનો બળાપો પણ જોવા મળી રહ્યો છે.

વડોદરાની પૂરની સ્થિતિને લઈને વડોદરાના જાગૃત નાગરિક અને કરની સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ બાપુ બગડ્યા છે વડોદરાને ડુબાણમાં લઈ જનાર નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો છે. આ પૂરની સ્થિતિના કૃત્રિમ પુર ગણાવી આકરા પ્રહારો કર્યા છે. વડોદરાની જનતાએ પાણીમાં રહેવા પાછળ નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. ત્યારે બાપુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ગુજરાત કોંગ્રેસે પોતાના X એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.

મહેન્દ્રસિંહે કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં કોતરો અને લોકોની ગૌચર જમીનો પચાવી છે અને આજે શું હાલત કરી છે શહેરની. વડોદરા હરણી કાંડ અને સમશાનમાં લાકડા પર 18 કરોડ 36 લાખના ભજીયા તળીને ખાઈ ગયા ભ્રષ્ટનેતાઓ. મગરને પકડવાના લોકો હેલ્પલાઈન નંબર મૂકે છે પરંતુ ઓરિજીનલ મગર ખંડેરાવ માર્કેટમાં બેઠા છે જે વડોદરાને ખાઈ ગયા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT