Vadodara: કારથી બે વિદ્યાર્થીઓને ઉડાવનારા આરોપીને સાંસદ કલાકોમાં પોલીસ સ્ટેશનથી છોડાવી ગયા

ADVERTISEMENT

વડોદરા કાર અકસ્માત
Vadodara Car Accident
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વડોદરામાં અકસ્માત સર્જીને ભાગેલા કાર ચાલકને સાંસદે ગણતરીના કલાકોમાં છોડાવી દીધો

point

કાર ચાલક યુવકે સિગ્નલ તોડી એક્ટિવા પર સવાર બે યુવાનોને ટક્કર મારી હતી

point

ફતેગંજ પોલીસ મથકમાં યુવાનને છોડાવવા સાંસદ રંજનબેન ભટ્ટ ખુદ પહોંચ્યા.

Vadodara News: વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રવિવારે એક કાર ચાલક ફિઝિયોથેરાપી અને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોક સ્થાનિકોએ 4 કિમી દૂર સુધી તેનો પીછો કરીને પકડી લીધો હતો અને પોલીસને બોલવીને સોંપી દીધો હતો. કાર ચાલક યુવક કુશ પટેલ હોવાનું ખુલ્યું હતું, જોકે તેની ધરપકડ થતા સાંસદ રંજનબેન ભટ્ટ ફતેગંજ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને અકસ્માત સર્જનારને માત્ર કલાકોના સમયમાં છોડાવી ગયા હતા. ત્યારે હવે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

એક્ટિવા પર જતા મિત્રોને કાર ચાલકે ટક્કર મારી

રવિવારે સાંજે પુષ્કર વાળંદ અને નૈમિક બામણિયા નામના બે મિત્રો એક્ટિવા પર નીકળ્યા હતા ત્યારે ફતેગંજ સર્કલ પાસે કુશ પટેલ નામના કાર ચાલકે સિગ્નલ તોડીને એક્ટિવાને ટક્કર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં બંને મિત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને માથામાં ઈજા પહોંચી હતી અને નૈમિકને ફ્રેક્ચર પણ હતું. જોકે અકસ્માત સર્જીને ચાલક ત્યાંથી પૂરઝડપે કાર હંકારીને ભાગી ગયો હતો. આથી અન્ય ચાલકોએ કારનો પીછો કરતા કાર ચાલકે ટક્કર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં રાજમહેલ રોડ પર કાર આંતરીને લોકોએ તેને પકડીને ફતેગંજ પોલીસને સોંપી દીધો હતો.

આરોપી સાથે કારમાં 3 લોકો હતા

પોલીસની પૂછપરછમાં કાર ચાલક આરોપી 20 વર્ષનો કુશ પટેલ હોવાનું ખુલ્યું હતું અને કારમાં તેની યુવતી સહિત 3 લોકો પણ હતા. અને તેઓ લગ્નના ફોટો સેશન માટે લક્ષ્મી વિલાસ પેલેસ જઈ રહ્યા હતા. પોલીસે કુશ પટેલની ધરપકડ કરી હતી અને IPCની વિવિધ કલમો હેઠળ તેની વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

સાંસદ પોલીસ સ્ટેશનમાંથી આરોપીને છોડાવી ગયા

જોકે કુશના પરિવારના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ઘરોબો હોવાથી તેઓ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને 8.25 વાગ્યે કુશની ધરપકડ બાદ 10.15 વાગ્યે 1.50 કલાકમાં જ તેને છોડાવીને લઈ ગયા હતા. અકસ્માતના આરોપીને છોડાવવા માટે ખુદ સાંસદ પોલીસ સ્ટેશન આવી જતા તેનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં કુશ પટેલ અકસ્માત સર્જ્યા બાદ સાંસદે છોડાવતા હસ્તા મોઢે પોલીસ સ્ટેશનની બહાર નીકળતા દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.

ઘટના સામે આવ્યા બાદ સાંસદ રંજનબેન ભટ્ટ મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાના પર લાગેલા આરોપીને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, હું કુશ પટેલને છોડાવવા માટે નહોતી ગઈ, હોસ્ટેલમાં ભણતા બંને વિદ્યાર્થીઓ પર કેસ ન થાય એટલા માટે ગઈ હતી.
 

ADVERTISEMENT

(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT