વડોદરાને વેપારીને યુવતી સાથે મિત્રતા ભારે પડી, FB ફ્રેન્ડે વીડિયો કોલમાં કપડાં ઉતાર્યા ને યુવકે લાખો ગુમાવ્યા
Vadodara News: વડોદરામાં બિઝનેસ મેનને ફેસબુકથી અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું ભારે પડ્યું. સોશિયલ મીડિયાથી મિત્રતા બાદ બંને વચ્ચે ફોનથી વાતચીત શરૂ થઈને વોટ્સએપમાં ન્યૂડ…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં બિઝનેસ મેનને ફેસબુકથી અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું ભારે પડ્યું. સોશિયલ મીડિયાથી મિત્રતા બાદ બંને વચ્ચે ફોનથી વાતચીત શરૂ થઈને વોટ્સએપમાં ન્યૂડ કોલ કરીને યુવતીએ તેનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં પૈસા પડાવ્યા હતા. જોકે યુવકે વધુ પૈસા ન આપતા તેને એક યુવકનો ફોન આવ્યો. જે બાદ યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ફેસબુકમાં અજાણી યુવતીની રિક્વેસ્ટ આવી હતી
વડોદરામાં કેમિકલ પ્રોસેસિંગનો બિઝનેસ કરતા યુવકને 20 નવેમ્બરે ફેસબુકથી અદિતિ અગ્રવાલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવકે તેને સ્વીકારી હતી. બાદમાં બંને વચ્ચે ફેસબુક મેસેન્જરમાં વાત થઈ અને યુવતીએ સામેથી યુવક પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. આ બાદ બંને વચ્ચે વોટ્સએપથી વાત શરૂ થઈ અને યુવતીએ તેને વીડિયો કોલ કરવાનું કહ્યું હતું. જોકે યુવકે વોટ્સએપમાં વીડિયો કોલની ના પાડી. છતાં યુવતીનો કોલ આવ્યો. જેને ઉપાડતા જ અજાણી યુવતી ન્યૂડ થઈને સામે આવી ગઈ અને તેનો વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખ્યું.
ન્યૂડ વીડિયો કોલ કરીને માગ્યા પૈસા
બાદમાં આ યુવકને વીડિયો કોલનું રેકોર્ડિંગ મોકલીને પૈસાની માગણી કરી નહીંતર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવકે ટુકડે-ટુકડે કરીને 3.33 લાખ રૂપિયા ચૂકવી દીધા. જોકે તેની લિમિટ પૂરી થઈ જતા વધુ પૈસા ન મોકલી શક્યો. આ બાદ પણ યુવતીએ વધુ 1 લાખની માગણી કરી અને પૈસા ન આપવા પર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી. દરમિયાન 1લી ડિસેમ્બરે યુવકને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.
ADVERTISEMENT
જેમાં સામેની વ્યક્તિએ પોતે દિલ્હીથી CBI ઓફિસર હોવાનું કહીને જણાવ્યું કે, આપ પર એક લડકીને કેસ કિયા હે, કેસ કો રફાદફા કરકે નીપટાના હે યા ક્યા કરના હૈ? આમ કહીને ધમકાવીને પૈસાની માગણી કરી હતી. જે બાદ આખરે યુવકે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT