ચા કરતા કીટલી ગરમ! વડોદરામાં BJP યુવા મોરચાના પ્રમુખે પોલીસની હાજરીમાં યુવકને માર માર્યો
Vadodara News: વડોદરામાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખનો જાહેરમાં મારામારી કરતો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. રસ્તા પર પોલીસની હાજરીમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ…
ADVERTISEMENT

Vadodara News: વડોદરામાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખનો જાહેરમાં મારામારી કરતો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. રસ્તા પર પોલીસની હાજરીમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત માર મારી રહ્યા છે. સાથે તેમને રોકવા જતા પોલીસકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
વાહન ટક્કરને લઈને મારામારી
વિગતો મુજબ, વડોદરામાં મૌલિક પંચાલ નામનો યુવક ગુરુવારે રાત્રે પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો. દરમિયાન વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતના વાહન અને યુવકના વાહન વચ્ચે ટક્કર થઈ હતી. આ બાદ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ગુસ્સામાં ભાન ભૂલ્યા અને જાહેરમાં જ મારામારી કરવા લાગ્યા હતા. સામે યુવકે પણ બચાવમાં ભાજપ નેતાનો સામનો કર્યો હતો.
વડોદરામાં ભાજપ નેતાએ યુવક સાથે રોડ વચ્ચે મારા મારી કરી#Vadodara #GujaratiNews pic.twitter.com/smzYnIi866
— Gujarat Tak (@GujaratTak) October 20, 2023
ADVERTISEMENT
ભાજપ નેતાની દાદાગીરીનો વીડિયો વાઈરલ
મામલો વધુ બિચકયો ત્યારે વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતે મૌલિક પંચાલ નામના શખ્સને પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. પાર્થ પુરોહિતે ફરજ પર હાજર પોલીસકર્મી જ્યારે મૌલિકનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપ નેતાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરીને કહ્યું કે, તમે વચ્ચે ના આવશો. હાલ તો આ વિડીયો ચર્ચાનું કારણ બન્યો છે.
ADVERTISEMENT