વડોદરામાં BJP કાર્યકરે જ ભાજપના મહિલા કોર્પોરેટરની કરી છેડતી, હાથ પકડીને કર્યું અસભ્ય વર્તન

ADVERTISEMENT

Vadodara News
Vadodara News
social share
google news

Vadodara News: વડોદરામાં મતદાનના દિવસે જ પોલિંગ બુથની બહાર ભાજપના મહિલા નેતા સાથે છેડતીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે છેડતી કરનાર યુવક બીજું કોઈ નહીં પરંતુ ભાજપનો જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલા નેતાએ પોલીસમાં અરજી કરી છે અને પાર્ટીમાં પણ ફરિયાદ કરી છે.

પોલિંગ બુથની બહાર મહિલા કોર્પોરેટરની છેડતી

ગુજરાતભરમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. વડોદરામાં શહેરમાં પણ શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે આ દરમિયાન કમલાનગર બૂથ પર ભાજપના મહિલા નેતા અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમચ ઝરી હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા હતા અને બુથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો અને ગમે તેમ બોલવા લાગ્યો હતો. 

મહિલા નેતાએ સંગઠન અને પોલીસને કરી ફરિયાદ

બિભત્સ ગાળો બોલતા મહિલા કોર્પોરેટરે તેને અટાવ્યો હતો, પરંતુ હિરેન બ્રહ્મભટ્ટે પોતે ભાજપનો રાષ્ટ્રીય કાર્યકર હોવાનું કહીને મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને ખેંચ્યો હતો. ઘટના અંગે ભાજપના મહિલા નેતાએ સંગઠનમાં ફરિયાદ કરી છે. સાથે જ પોલીસ વિભાગને પણ અરજી કરીને ફરિયાદ કરી છે. 

ADVERTISEMENT

આરોપી દારૂના નશામાં હોવાનો દાવો

ખાનતી ન્યૂઝ ચેનલને મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, બધા પીધેલી હાલતમાં હતા. જેટલું ટોળું હતું એટલા બધા પીધેલા હતા. હિરેન બ્રહ્મભટ્ટે આની પહેલા પણ મારી પહેલા મગજમારી કરતો, કારણ કે હું વિસ્તારમાં કામ કરું છું. એને એવું છે કે હું આ વિસ્તારમાં મોટો નેતા છું, એ વિસ્તારમાં મારું જ નામ થવું જોઈએ અને હું કહું એ જ કામ થવું જોઈએ. જોવાનું રહેશે કે આ મામલે ભાજપ પક્ષ દ્વારા અસભ્ય વર્તન કરનારા કાર્યકર સામે શું પગલા લેવામાં આવે છે?

(દિગ્વિજય પાઠક, વડોદરા)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT