Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની ઉડાવી મજાક, કહ્યું- તોફાની વિદ્યાર્થીને જ...
Vadodara News: વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતી દ્વારા આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ પણ હાજર રહ્યા હતા. જોકે કાર્યક્રમમાં વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે દંડકને મોનિટર ગણાવીને એવું નિવેદન આપ્યું કે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
ADVERTISEMENT

મહિલા કોર્પોરેટરે દંડક વિશે શું કહ્યું?
શિક્ષણ સમિતી દ્વારા ત્રણ દિવસ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષા ઠક્કરે બાળકોને કહ્યું કે, દંડક એટલે શું? દંડક એટલે મોનિટર. હું શાળામાં ભણતી ત્યારે પરંપરા હતી. શાળામાં મસ્તીખોર હોય, કોઈનું ન સાંભળી મનમાની કરે, રેગ્યુલર હાજર ન રહે, લેશન કમ્લીટ ન કર્યું હોય તેવા બાળકને અમે મોનિટર બનાવતા હતા. એટલે મોનિટર એટલે ક્લાકની સારસંભાળ રાખનાર એવા વિધાનસભાના દંડકનું તાળીઓથી અભિવાદન કરો.
ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાઈરલ
આમ મહિલા કોર્પોરેટરે દંડકની ઓળખ આપતા તેમને ક્લાસના મસ્તીખોર વિદ્યાર્થી સાથે સરખાવી દીધા હતા. હવે તેમનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. મહિલા કોર્પોરેટર હેમીષાબેનનું આ નિવેદન ભાજપ સંગઠનમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT