Vadodara Accident: વડોદરામાં ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું કરુણ મોત, 2 બાળકોનો ચમત્કારિક બચાવ
Vadodara Accident News: વડોદરાના ડભોઈ તાલુકામાં બેફામ દોડતા ટ્રકે પરિવારનો માળો વિખેરી નાખ્યો. ડભોઈનો 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની સાથે સાળીના ઘરેથી પોતાના…
ADVERTISEMENT
Vadodara Accident News: વડોદરાના ડભોઈ તાલુકામાં બેફામ દોડતા ટ્રકે પરિવારનો માળો વિખેરી નાખ્યો. ડભોઈનો 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની સાથે સાળીના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેક ટક્કર મારતા પરિવાર ફંગોળાયો હતો. જેના કારણે પતિ તથા પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલમાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાળીના ઘરેથી નીકળ્યો હતો પરિવાર
વિગતો મુજબ, ડભોઈ તાલુકાના ભીલાપુર ગામના 24 વર્ષીય વિક્રમભાઈ પોતાની પત્ની અને 2 બાળકો સાથે સાળીના ઘરેથી આવવા માટે નીકળ્યા હતા. જોકે સાસરીમાં રાત્રે જમીને ભીલાપુર ગામે જવા નીકળ્યા બાદ રસ્તામાં ટ્રકે તેમના બાઈકને ટક્કર મારી હતી. ગોઝારા અકસ્માતમાં પરિવાર હવામાં ફંગોળીને રોડ પર પટકાયો હતો. જેમાં વિક્રમભાઈ પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું, તો પત્ની આરતીબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું.
ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર
અકસ્માતમાં 3 અને 11 માસના બે બાળકોની નજર સામે જ માતા-પિતાનું મોત થયું હતું. જ્યારે બંને બાળકોનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માદ બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે દોડી આવેલી ડભોઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT