Vadodara માં 3 નકલી પોલીસકર્મી ઝડપાયા, ખેત મજૂરના ઘરે દારૂની રેડ કરવા ગયા અને પોતે જેલ ભેગ થઈ ગયા
Vadodara News: ગુજરાતમાં ક્યારેક નકલી અધિકારીઓ તો ક્યારેક મંત્રીના નકલી PA ઝડપાઈ રહ્યા છે. હવે તો પોલીસ પણ નકલી ઝડપાઈ રહી છે. વડોદરામાં શિનોર તાલુકામાં…
ADVERTISEMENT
Vadodara News: ગુજરાતમાં ક્યારેક નકલી અધિકારીઓ તો ક્યારેક મંત્રીના નકલી PA ઝડપાઈ રહ્યા છે. હવે તો પોલીસ પણ નકલી ઝડપાઈ રહી છે. વડોદરામાં શિનોર તાલુકામાં આવેલા મોટા કરાળા ગામમાં ખેતમજૂરને ત્યાં ઈકો કારમાં 3 નકલી પોલીસકર્મીઓ રોડ પાડવા પહોંચ્યા હતા. જોકે આ અંગે માહિતી મળતા જ પોલીસ પેટ્રોલિંગની કાર ત્યાં પહોંચી હતી અને તપાસ કરતા ત્રણેય યુવકો પાસે પોલીસનું કોઈ ઓળખ કાર્ડ ન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ત્રણેય નકલી પોલીસકર્મીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
પૈસા ખૂટી જતા રેડ કરવા ગયા
મીડિયા વિગતો મુજબ, પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયેલા 3 યુવકો પૈસા ખૂટી પડતાં શિનોર તાલુકાના મોટા કરાળા ગામે પોલીસની ઓળખ આપીને રેડ કરવા પહોંચ્યા હતા. ખેતમજૂરને ત્યાં દારૂની રેડ કરીને યુવકો પૈસા પડાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. જોકે શિનોરના PSIને જાણ થઈ કે મોટા કરાળા ગામે ઈકો કારમાં પોલીસ દારૂની રેડ પાડવા આવી છે. સામાન્ય રીતે પોલીસ ઈકો કારમાં રેડ નથી પાડતી, આ વાત અજુગતી લાગતા પોલીસની પેટ્રોલિંગ વાન ત્યાં પહોંચી હતી.
ખેત મજૂરના ઘરે રેડ કરતા ઝડપાયા
અહીં ખેત મજૂરના ઘરે રેડ કરતા 3 યુવકોની પોલીસે પૂછપરછ કરી હતી અને ઓળખપત્રો માગ્યા હતા. જોકે યુવકોએ પોતે પોલીસ નહીં હોવાનું જણાવ્યું હતું. આમ નકલી પોલીસનો ભેદ ખૂલ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પોલીસમાં ગુના નોંધાયેલા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT