ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેનાં મોત, MS યુનિ.નો વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/વડોદરા: ગુજરાતમાં કોરોનાની મહામારી બાદથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે જ એસ.ટીના ડ્રાઈવરને હાર્ટ એટેકનો આવ્યો હતો. ત્યારે હવે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપ ચૌધરીનું કાર્ડિયાક એટેકથી મોત થતા વિદ્યાર્થી આલમમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ હતી.

એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય દીપ શામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી છે અને પોતાના મિત્રને ગત રાત્રે 10:30 વાગે હોસ્ટેલ રૂમમાં મળવા ગયો હતો. બધા મિત્રો એકબીજા જોડે હસી મજાકની વાતો કરતા હતા. તે દરમિયાન જ દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. તેની આ અવસ્થા જોઈને તેના મિત્રો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો.

108માં દીપને સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા મિત્ર વર્તુળ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ સાયન્સ ફેકલ્ટીના ડીનને થતાની સાથે જ તેમણે તાત્કાલિક પાટણ સ્થિત રહેતા દીપના પરિવારને જાણ કરી હતી અને પોતે પણ હોસ્પિટલ દોડી આવ્યા. તેમજ દીપ શામલાલ ચૌધરીના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. જ્યાં ફેકલ્ટી ડીન હરી કટારીયા એ યુવકના પરિવાર સાથે વાત કર્યા બાદ જણાવ્યું હતું કે, દીપ ચૌધરી પરિવારનો એકમાત્ર કુળદીપક હતો અને તેનું અચાનક મૃત્યુ થતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ADVERTISEMENT

તો રાજકોટમાં પણ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી. પટેલની અઠવાડિયા પહેલા જ બદલી થઈ હતી. ત્યારે તેમના નિધનથી પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT