‘આમા અધિકારીઓનો વાંક, એમને સસ્પેન્ડ કરો’, GETCOની ભરતી રદ થતા વડોદરામાં વિદ્યાર્થીઓનો આક્રોશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ GETCOની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યાર બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ત્યારે આજે વડોદરાના 1200થી વધુ વિદ્યાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

માર્ચ મહિનામાં લેવાઈ હતી પોલ ટેસ્ટની પરીક્ષા

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023 ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં 5400 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા 1224 ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

ADVERTISEMENT

19મી ડિસેમ્બર ભરતી રદ કરી નાખી

ત્યાર બાદ 19 મી તારીખે અચાનક જેટકોની વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ અને પરિણામ ડીલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ મૂકવામાં આવી હતી. જેને લઈને 48 કલાકમાં ન્યાય નહીં મળે તો ઉમેદવારો અનિચ્છનીય પગલું ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન અને જરૂર પડ્યે વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે તેમ નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું.

ADVERTISEMENT

યુવરાજસિંહે કહ્યું- અધિકારીઓનો વાંક એમને સસ્પેન્ડ કરો

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું કે, માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા લીધી હતી, તેમાં ક્યાંકને ક્યાંક છબરડા થયાનું કહેવાય છે. એમાં છબરડા થયા જ નથી. જે ગાઈડલાઈન, જે સૂચના ઉચ્ચે અધિકારીઓ દ્વારા આપવામાં આવી તેનું પાલન અહીંયા ઊભેલા તમામ વિદ્યાર્થીઓએ કર્યું, તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવાયું કે તમારે પોલ ચઢવાનો છે અને ક્લેમ્પ પર હાથ અડાડવાનો છે, દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે કરીને પરીક્ષા પાસ કરી છે. એમાં જરા પણ ઉમેદવારોનો વાંક નથી.

ADVERTISEMENT

આમા જે-તે સમયે ત્યાં હાજર જે તે સર્કલના ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાંક છે. એટલે અધિકારીઓના વાંકે વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? અચાનક જ આ લોકોને 9 મહિને બ્રહ્મજ્ઞાન થાય છે. આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે, આ માટે આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ. આમા ઉમેદવારોની કોઈ ભૂલ નથી, અધિકારીઓની ભૂલ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે.

(દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT