વડોદરામાં મકાનમાં ચાલતા હેરોઈનના કાળાબજારનો પર્દાફાશ, જામીન પર છૂટેલા ડ્રગ્સ પેડલરો ફરી જેલ ભેગા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા શહેરના છાણી ટીપી-13 વિસ્તારમાં આવેલા વસુંધરા ટેનામેન્ટના એક મકાનમાં SOG પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 2.90 લાખનું 58.05 ગ્રામ હેરોઇન સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઘરમાંથી એસઓજી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી મકાનને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ફોજ સોસાયટીમાં આવતા રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા અને સોસાયટીના એક મકાનમાંથી હેરોઇન મળી આવ્યું હોવાની જાણકારી રહીશોને થતા સોસાયટીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા
ઑવડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે છાણી ટીપી -13 માં આવેલ વસુંધરરા ટેનામેન્ટના મકાન નં. E 28 માં રહેતા ભાડુઆત જતીન્દરસીંગ ઉર્ફ હેપ્પી મેહરસીંગ મટ્ટુ અને સંદીપ ઉર્ફ સોનુ બલવિન્દરસીંગ રંધાવા ડ્રગ્સ લાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે આજે SOG પોલીસે વસુંધરા ટેનામેન્ટના મકાન નં. E 28માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એસઓજી પોલીસને ઘરમાંથી 58.05 ગ્રામ જેટલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની તપાસ કરતાં પોલીસને તેમની પાસેથી રૂ.3,46,150 રોકડ પણ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ.6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓએ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયા
એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલા બંને આરોપી સંદીપ રંધાવા અને જતીન્દરસીગ મટ્ટુ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા છે અને તેઓ હાલ જ જામીન ઉપર મુક્ત થયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફતેગંજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે બંને આરોપીઓની પૂછપરછમાં હજુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT