'અમેરિકામાં ગુજરાતી ફેમિલીને બહેન જોઈએ છે', આવી જાહેરાત વાંચીને છેતરાતા નહીં, કારણ કે...

ADVERTISEMENT

america passport
અમેરિકા પાસપોર્ટ
social share
google news

હાલના સમયમાં લોકો વિદેશ જવા માટે પડાપડી કરી રહ્યા છે. આ માટે તેઓ કોઇપણ હદ સુધી પણ જતા અચકાતા નથી. આજ ઘેલછાના કારણે ઠગો અમેરિકામાં નોકરી આપવાના નામે લોકોને છેતરી રહ્યા છે. ત્યારે હવે માર્કેટમાં નવું ફ્રોડ પણ આવ્યું છે. 'અમેરિકામાં રહેતી ગુજરાતી ફેમિલીને નાના બાળકને સાચવી શકે અને રસોઈ કરી શકે તેવા બહેનની જરૂર છે.' આવી જાહેરાત તમે ઘણીવાર પેપરમાં અને મોબાઈલમાં જોઈ હશે. પરંતુ અમેરિકામાં આવી નોકરી અપાવવાના નામે કેવા ફ્રોડ થાય છે. આવો જ એક કાંડ વડોદરાના વ્યક્તિ સાથે થયો હતો. જેની ફરિયાદ પણ નોંધાઈ છે.

આવી રીતે થઈ છેતરપિંડી

હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલ નામના એક ઠગે અમેરિકામાં નોકરી અપાવી દેવાના નામે ત્રણ લોકો સાથે કુલ 1.34 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાની ફરિયાદ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અનુસાર, હેમલ પટેલે 23 માર્ચ 2024ના રોજ ગુજરાતી ન્યૂઝ પેપરમાં અમેરિકામાં બાળકને સાચવી શકે અને રસોઈ કરી શકે તેવા બહેનની જરૂર છે તે મતલબની જાહેરખબર આપી હતી. આ એડ જોઈને વડોદરામાં જ રહેતા જિગ્નેશ પટેલ નામના વ્યક્તિએ પોતાની પત્નીને યુએસ મોકલવા હેમલ પટેલનો સંપર્ક કર્યો હતો અને ગેંડા સર્કલ પર આવેલી ઓફિસે તેને મળવા પણ ગયા હતા.

હેમલે ફરિયાદી જિગ્નેશ પટેલના પત્નીને યુએસ મોકલવા માટે રૂપિયા 7 લાખનો ખર્ચો થશે તેવી વાત કરી હતી. તેમના અમુક ડોક્યુમેન્ટ્સ પણ માગ્યા હતા. જોકે, વિઝા પ્રોસેસિંગ ફી અને એર ટિકિટના પૈસા એડવાન્સમાં આપવા પડશે તેવું કહીને હેમલે ફરિયાદી પાસેથી ટૂકડે-ટૂકડે સાત લાખ રૂપિયા પડાવ્યા હતા અને અઢી મહિનામાં જ તેમનું કામ થઈ જશે તેવો ભરોસો આપ્યો હતો. જોકે, પેમેન્ટ થયા બાદ દોઢ મહિના સુધી હેમલે કોઈ પ્રોસેસ શરૂ ના કરતા ફરિયાદીએ પતાના પૈસા પાછા માગ્યા હતા અને આરોપીએ ગલ્લા-તલ્લા કર્યા બાદ પોતે લીધેલા 7 લાખમાંથી 1.5 લાખ પાછા આપ્યા હતા. આ સિવાય તેણે એક લાખ રૂપિયાનો એક ફેક પે ઓર્ડર પણ ફરિયાદીને આપ્યો હતો અને છેલ્લે તો હેમલ પૈસા પાછા નહીં મળે તેવું કહીને ફરિયાદીને ધમકાવવા ઉપરાંત તેમની સાથે ગાળાગાળી પર પણ ઉતરી આવ્યો હતો.

ADVERTISEMENT

અનેક લોકો સાથે થઈ છે આવી છેતરપિંડી

જિગ્નેશ પટેલના પત્ની ઉપરાંત હેમલે આણંદ જિલ્લાના દાઓલ ગામના સવિતાબેન પટેલ નામના એક મહિલાના પરિવારના સભ્યોને અમેરિકામાં નોકરીએ લગાડવાના નામે તેમની પાસેથી સવા કરોડ રૂપિયા પડાવ્યા હતા તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગઠિયા હેમલે વડોદરાનાં જ સંધ્યા વૈજાપુરકર નામના એક મહિલા પાસેથી પણ અમેરિકાના વર્ક વિઝા અપાવવાના નામે 4.34 લાખ રૂપિયા લીધા હતા. હેમલ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર તેણે અમેરિકાના નામે કુલ ત્રણ લોકો પાસેથી કુલ 1.34 કરોડ રૂપિયા ખંખેર્યા હતા.

અમેરિકામાં રહેતા જે લોકો પોતાના બાળકને સાચવવા માટે કે પછી રસોઈકામ માટે ગુજરાતથી લોકોને બોલાવતા હોય છે તેમનું પણ ઓછો પગાર આપીને વધારે કામ કરાવી ઘણીવાર શોષણ કરવામાં આવતું હોય છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT