અમદાવાદ બાદ વડોદરામાં MD ડ્રગ સાથે 2 શખ્સો ઝડપાયા, રોકડ પણ મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ હાલમાં જ અમદાવાદમાં ગીતામંદિર વિસ્તારમાં એસઓજીની ટીમે 2 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ ઝડપાયું હતું અને હવે બે જ દિવસમાં વડોદરામાં પણ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસને આરોપીના ઘરેથી 15.30 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat: આખરે નેફ્રોલોજિસ્ટની હડતાળ સમેટાઇ, સરકારે ડોક્ટરોની તમામ શરતો સ્વિકારી

પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી

વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં કાગડીવાડ પાસે મહેરાલી ફ્લેટમાં વડોદરા એસઓજીએ એક માહિતીના આધારે દરોડા કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને 21 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. ઘરમાંથી પોલીસે 15.30 લાખની રોકડ કિંમત પણ જપ્ત કરી છે. 36 વર્ષના ઈમરાનમિયા અનવરમિયા મલેક અને 31 વર્ષના મતીન ઉર્ફે મક્કો ઉસ્માનગી શેખની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંને શખ્સો પાસેથી ફોન, વજનકાંટો, અંગ જડતી દરમિયાન મળેલા રોકડા 21 ગ્રામ એમડી ડ્રગ જેની કિંમત 2,10,000 અંદાજીત છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પકડાયેલા શખ્સોની પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT