વડોદરામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, બે પૂર્વ કોર્પોરેટરોનું પાર્ટીમાંથી રાજીનામું, PMના જન્મદિવસે ભાજપમાં જોડાશે
Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. વિગતો છે કે આગામી સમયમાં તેઓ…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. વિગતો છે કે આગામી સમયમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપમાં જોડાશે. અચાનક કોંગ્રેસના સભ્યોએ રાજીનામું ધરી દેતા હવે વડોદરાનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરોનું રાજીનામું
વિગતો મુજબ, વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રણછોડભાઈ પરમારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે અન્ય પૂર્વ કોર્પોરેટર અનિલ પરમારે પણ રાજીનામું આપી દીધું છે. અનિલ પરમાર લાંબા સમયથી કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા. બે દિવસમાં વડોદરામાં કોંગ્રેસના આ બીજો ઝટકો લાગ્યો છે.
ગઈકાલે પૂર્વ પ્રમુખે પણ આપ્યું રાજીનામું
આ પહેલા ગઈકાલે જ કોંગ્રેસના વડોદરાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 1 હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરવાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT