ગુજરાતી એક્ટર સામે પત્નીનો ગંભીર આરોપ, લગ્નમાં 45 તોલા સોનું આપવા છતાં દહેજ માટે ત્રાસ આપતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: ગુજરાતી અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેમના પરિવાર વિરુદ્ધ પત્નીએ દહેજની માંગણીને લઈને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પત્નીનો આરોપ છે કે લગ્ન સમયે 45 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને કાર આપી હોવા છતાં પતિ અને સાસરિયા દ્વારા તેને ત્રાસ અપાતો હતો. હાલમાં હરિણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે એક્ટર સોહન માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2019માં યુવતીના એક્ટર સાથે લગ્ન થયા

વિગતો મુજબ, સુરતના VIP રોડ પર પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ જુલાઈ 2019માં યુવતીના સોહન માસ્તર સંબંધીઓ સાથે તેના જોવા આવ્યા હતા અને બાદમાં બંનેના લગ્ન નક્કી થયા. 28 નવેમ્બર 2019ના રોજ બંનેના લગ્ન કરાયા.

સિરિયલ ચાલતી હોવાથી લગ્નની વાત જાહેર ન કરવા કહ્યું

યુવતીનો આરોપ છે કે, લગ્ન બાદ સોહને તેને સિરિયલનું શૂટિંગ ચાલતું હોવાથી સિરિયલને અસર ન પડે તે માટે લગ્નની વાત કે ફોટો બહાર નહીં પાડવા અને પોતે તેની પત્ની છે તે કોઈને નહીં કહેવા માટે કહ્યું હું. આથી યુવતીએ આ વાત કોઈને જણવી નહીં. બાદમાં તાપી નદીના કિનારે એક મંદિરમાં સોહન તેને લઈ ગયો અને ત્યાં જ લગ્ન કરી લેવાયા. લગ્નના ફોટો પણ પાડવા દેવામાં આવ્યા નહોતા. યુવતીનો આરોપ છે કે, સોહન તેને લગ્ન બાદ સંબંધીઓના ઘરે નહોતો લઈ જતો અને મારઝૂડ કરતો હતો. લગ્ન સમયે પિતાએ 45 તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હતા છતા ત્રાસ અપાતો.

ADVERTISEMENT

બે વર્ષથી પત્ની પિયરમાં રહે છે

પ્રેગ્નેન્સી રહેતા યુવતીને સોહન પિતાના ઘરે મૂકી ગયો અને હાલમાં બે વર્ષથી તે પોતાના પિયરમાં છે અને અનેકવાર ફોન કરવા છતાં પતિ કોઈ જવાબ આપતો નથી. જે બાદ યુવતીએ હરિણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પતિ સોહન માસ્તર, સાસુ અમિષાબેન અને દાદા સસરા વિઠ્ઠલભાઈ માસ્તર સામે કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT