વડોદરા હરણી તળાવ દુર્ઘટનાઃ સેફ્ટી સાધનોની દરકાર ન લેવાતાં ભુલકાઓએ ચૂકવવી પડી કિંમત, ક્રાઈમ બ્રાન્ચે 3ની કરી અટકાયત; 18 સામે ગુનો દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Vadodara Harni Lake Tragedy: વડોદરામાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનાથી ગુજરાત જ નહીં સમગ્ર ભારત હચમચી ઉઠ્યું છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. આ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ કર્યા બાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોહિલ સહિત કુલ 3ની અટકાયત છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે. આ દુર્ઘટના મામલે  મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

આ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 દિવસમાં જ તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ  ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોત-જોતામાં ડૂબી બોટ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.

સેફ્ટીની ઐસીતૈસી

હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો હતો. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઈ ન હતી.  તો દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT