Vadodara: ભાજપના કોર્પોરેટરે બેંકનું કરોડોનું ફુલેકું ફેરવ્યું! બંગલો અને દુકાન જપ્ત થયા

ADVERTISEMENT

ભાજપના કોર્પોરેટરની તસવીર
ભાજપના કોર્પોરેટરની તસવીર
social share
google news

Vadodara News: રાજકોટ બાદ હવે વડોદરામાં ભાજપના કોર્પોરેટર વિવાદમાં સપડાયા છે. વડોદરાના માંજલપુરથી ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે યુનિયન બેંકનું 1.78 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ યુનિયન બેંક દ્વારા કોર્પોરેટરને નોટિસ પાઠવ્યા બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્પોરેટરનો બંગલો તથા દુકાન બંનેનો કબજો લઈ લીધો છે.

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ધો.10 બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવતા વિવાદ, CCTV સામે આવ્યા

બેંકે આપી હતી નોટિસ

યુનિયન બેંકે આપેલી નોટિસ મુજબ, કોર્પોરેટર કલ્પેશ પટેલને 1.78 કરોડ રૂપિયાના બાકી લેણા માટે 11 ડિસેમ્બર 2023ના રોજ નોટિસ આપીને 60 દિવસમાં વ્યાજ સાથે બાકી નાણા બેંકમાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે નોટિસ આપવા છતાં કોર્પોરેટરે બેંકમાં પૈસા જમા ન કરાવતા આખરે બેંક દ્વારા પુરુષોત્તમનગરમાં આવેલો તેમનો બે માળનો બંગલો તથા કાશમા હાઈટ્સમાં આવેલી દુકાનનો કબ્જો લઈ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો 'પ્રારંભ', જાણો કેવી રીતે મળશે એડમિશન

બેંક કાર્યવાહી બાદ કોર્પોરેટરે શું કહ્યું?

સમગ્ર મામલો સામે આવ્યા બાદ ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, બેંક દ્વારા માહિતીના અભાવે મારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. બેંક મેનેજરે કોઈ અભ્યાસ કર્યા વિના મને નોટિસ ફટકારી છે. મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. બેંકે આ માહિતી જાહેર કરીને મને બદનામ કર્યો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT