લાકડી મારીને માથું ફોડી નાખ્યું..., વડોદરામાં ઢોરપાર્ટી પર પશુ માલિકનો જીવલેણ હુમલો

ADVERTISEMENT

Attack on Cattle Grabbing Party in Vadodara
વડોદરામાં ઢોરપાર્ટી પર હુમલો
social share
google news

Vadodara Attack on Cattle Grabbing Party : વડોદરામાં રોડ પર રખડતા પશુઓને પકડવા ગયેલા વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પર પશુ માલિકે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પશુ માલિક દ્વારા કરાયેલા હુમલામાં મહાનગરપાલિકાના એક કર્મચારીને માથા પર ગંભીર ઈજા થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મનપાના કર્મચારી દ્વારા રખડતા પશુઓને લઈ જવા માટે બાંધવામાં આવે છે. આ દરમિયાન પશુ માલિક અને કેટલાક લોકો તે પશુને છોડાવવા માટે લાકડી લઈને આવેલા નજરે પડે છે. પશુ માલિક અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. આ સમયે પશુ માલિક ખીસ્સામાંથી છરી કાઢીને પશુને છોડાવવાનો પ્રયાસ કરે છે. તો કર્મચારી તેને અટકાવે છે. જ્યારબાદ પશુ માલિક રોષ ભરાઈને લાકડી મારીને કર્મચારીઓ પર એકાએક હુમલો કરવા લાગે છે. તો એક કર્મચારીને માથાના ભાગે લાકડી વાગી જતા ત્યાં જ ઢળી પડે છે. બાદમાં તેને સારવાર માટે લઈ જવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વારંવાર મનપાની ઢોર પકડ પાર્ટી પર હુમલાની ઘટના તેમજ ઝપાઝપીને ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. અગાઉ પણ વડોદરા સહિત તમામ શહેરોમાં ઢોર માલિકો દ્વારા મનપાના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો મનપાના કર્મચારીઓ પોતાનું કર્તવ્ય નિભાવતા હોય છે ત્યારે તેમના પર આવો હિંસક હુમલો કરવો કેટલો વાજબી છે? શું મનપાના કર્મચારીઓ જ્યારે ઢોર પકડવા જાય છે ત્યારે તેમને સુરક્ષા આપવામાં નથી આવતી? આવી ઘટનામાં કોઈ મોટી હાનિ થાય છે તો જવાબદાર કોણ?

ADVERTISEMENT

જણાવી દઈએ કે, રાજ્યમાં કેટલાક પશુપાલક રોડ પર જ પોતાના પશુઓને રખડતા મૂકી દે છે, જેનાથી અકસ્માતનો ખતરો રહે છે. શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોર  પકડવાની કામગીરી કરતું હોવા છતાંય પશુ માલિકો જાહેર માર્ગ પર જ ઢોર છૂટા મૂકી દે છે. જેના કારણે રાહદરીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાય છે.  જેને લઈને કોર્પોરેશન દ્વારા એવા પશુઓને પકડવાની કામગીરી કરાઈ રહી છે.

(ઈનપુટ - દિગ્વિજય પાઠક, વડોદરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT