Vadodara News: MLAના ભાઈની દાદાગીરી, સોની વેપારીને સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ધારાસભ્યના ભાઈ પર સોની વેપારીને માર મારવાનો આરોપ લાગ્યો.
  • ઈજાગ્રસ્ત હાલતમાં વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો.
  • ધારાસભ્યએ ભાઈની સંડોવણી જણાય તો કાયદાથી બંધાયેલા હોવાનું કહ્યુ.

Vadodara News: વડોદરામાં ભાજપના ધારાસભ્યના ભાઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પાદરાના ધારાસભ્ય MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સ વેપારીને સમાધાન માટે બોલાવીને માર માર્યો છે. આ મામલે ધારાસભ્યએ નિવેદન આપ્યું છે કે, ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ.

સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યો

વિગતો મુજબ, વડોદરાના પાદરાથી MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્યના ભાઈ મયુરસિંહ ઝાલાએ એક વેપારી વિવેક સોનીને સમાધાન માટ બોલાવ્યો હતો અને બાદમાં વેપારી તથા તેના 3 કારીગરોને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. ઘટનામાં ઈજાગ્રસ્ત વિવેક સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે SSG હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી.

વેપારીએ ડોન હોવાનો રૂઆબ માર્યો?

તો ભાઈની દાદાગીરી સામે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે, વિવેક સોનીએ પાદરામાં ડોન હોવાનો રુઆબ મારે છે. ગત 5 તારીખે તેણે અનેક લોકોને ફોન કરીને ગાળો આપીને ધમકી આપી હતી અને મારા ભાઈને પણ ફોન કર્યો હતો. વિવેક સોનીએ રાત્રે 25 ફોન કરીને અપશબ્દો કહ્યા જેથી બીજા દિવસે સવારે ફરિયાદનું કહેતા સમાધાનની વાત કરી હતી. તેણે અગાઉ પણ આમ કરીને સમાધાન કર્યું હતું. મારા ભાઈની સંડોવણી જણાશે તો અમે કાયદાથી બંધાયેલા છીએ. આ બાબતે મારા ભાઈ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT