Breaking News: વડોદરા જઇ રહેલા કારને નડ્યો અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના મોત

ADVERTISEMENT

અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
car accident
social share
google news

VADODARA Accident: વડોદરા નજીક નેશનલ હાઇવે નં 48 ઉપર કાર ઉભેલા ટ્રેલરની પાછળ ઘુસી જતા ૫ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતના પગલે ગમગીની છવાઈ ગઈ હતી.

અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત 

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાતે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના મેડ્રી વતન રાજપીપલા ગયો હતો જ્યાંથી પરત આવતી વખતે રાતે હાઇવેની સાઈડ ઉપર ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. સદર અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.


 
અકસ્માત થયેલ વ્યક્તિઓની ઓળખ 

જેમાં એક 1 વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. જો એક આ અકસ્માતમાં એક ચાર વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો હતો. મૃતકોમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (34), મયુર પટેલ (30), ઉર્વશી પટેલ (31), ભૂમિકા પટેલ ( 28) અને લવ પટેલ (1) નો સમાવેશ થાય છે. જયારે ચાર વર્ષીય અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો હતો જેને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતના પગલે પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયા હતા. 

ADVERTISEMENT

(ઇનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT