Crime News: સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો, કસ્ટમ અધિકારીની ઓળખ આપી લાખો પડાવ્યા

ADVERTISEMENT

Surat Crime News: સુરતમાં સાયબર ક્રાઈમનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે.સુરતના કેમિકલના વેપારી પાસેથી મુંબઈના સીબીઆઈ અને કસ્ટમ અધિકારી બની ફોન કરી ધમકાવી 23.30 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો હતો.

social share
google news

Surat Crime News: સુરતમાં સાયબર ક્રાઈમનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે.સુરતના કેમિકલના વેપારી પાસેથી મુંબઈના સીબીઆઈ અને કસ્ટમ અધિકારી બની ફોન કરી ધમકાવી 23.30 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો હતો. સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ચાર આરોપીયોની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આ આરોપીઓમાં નેવિલ ઉર્ફ બીટ્ટુ,મહેશભાઈ પ્રવીણભાઈ સંધ્યા,ધ્રુવ ઉર્ફ ધૂલો પુરુષોત્તમભાઈ બેકરીયા અને પાર્થ ધીરજલાલ જોધાણી સામેલ છે. આ ચારે આરોપીયોની સુરતના કેમિકલ કારોબારીના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવેલ 23.30 લાખ રૂપિયા મામલે ધરપકડ કરવામાં આવી છે. સુરતના ભટાર ખાતે રહેતા અને પાંડેસરા વિસ્તારમાં રહેતા કેમિકલ યુનિટ ધરાવતા 58 વર્ષીય કેમિકલ વેપારી રમેશભાઈ ગત 5 માર્ચના રોજ ઘરે હાજર હતા. ત્યારે સવારના 8.30 વાગ્યે અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફેડેક્સ કંપનીમાંથી અલ્પેશ બોલતો હોવાની આપી હતી, જેમાં તેણે વેપારીને જણાવ્યું હતું કે તમે મુંબઈથી તાઈવાન મોકલેલા પાર્સલને મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે. એમાં 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ, 200 ગ્રામ એમડીઆરટી, એક સાડી અને 4 કિલો કપડાં છે. આવું સાંભળીને વેપારીએ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી એમ કહ્યું હતું, આથી તે વ્યક્તિએ વેપારીને તમે એકવાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરો, તેઓ હકીકત જણાવશે. આવું કહી એક નંબર આપ્યો હતો.

સાબરકાંઠામાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ, ભાજપ ધારાસભ્ય રમણ વોરા અને પોલીસ સાથે ભારે ધર્ષણ

ઠગબાજોએ  23.30 લાખ પડાવ્યા 

સુરત મુંબઈથી તાઈવાન મોકલેલા પાર્સલને મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે, કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા કહ્યું હતું. એ બાદ વેપારીને સાયબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ સીબીઆઈ સહિતના અલગ-અલગ અધિકારીઓની ઓળખ આપીને કોલ અને વીડિયો કોલ દ્વારા અવનવી તરકીબો અપનાવી 9 કલાક માટે ઓનલાઈન રાખ્યા હતા. આ સાથે તેના બેંક ખાતામાંથી મની લોન્ડરિંગનાં મોટાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું જણાવી વિદેશામાં રહેતી દીકરીને તકલીફ થશે, એવું જણાવી 23.30 લાખ પડાવ્યા હતા. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે સાયબર-માફિયાઓ માટે બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરનાર સુરતના બિલ્ડર, રત્નકલાકાર, કુરિયર પેકિંગનું કામ કરતા યુવાનની ધરપકડ કરી છે. આરોપીઓએ રચેલા આ ષડયંત્રની શરૂઆતથી લઈ નાણાં પડાવ્યાં સુધીની એક-એક કડી સાયબર ક્રાઈમની પૂછપરછમાં બહાર આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

    follow whatsapp

    ADVERTISEMENT