Crime News: ચોરીનો ભેદ ઉકેલાયો, 'પહેલો સગો' પાડોશી જ નીકળ્યો ચોર, Surat માં બન્યો આવો કિસ્સો
ફરિયાદ બાદ પોલીસ તપાસ દરમિયાન તેમને પાડોશની મહિલા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પૂછપરછ કરી કરવામાં આવે છે ત્યારે પડોશી મહિલા પ્રીતીબેન શેલેશભાઈ વાવડીયા પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મુક્યા હતા જે દાગીના છોડાવવા માટે નાણાની જરૂરીયાત હતી જેથી તેને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
ADVERTISEMENT
Surat Crime News: લગભગ મહિલાઓને એવી આદત હોય છે જો તે ક્યાંય બહાર અથવા ફરવા જાય તો તે પહેલા પડોશી સાથે આ બાબતે વાત કરતી હોય છે. પરંતુ સુરતનો આ એક ચોંકવાનરો કિસ્સો આવી તમામ મહિલાઓ માટે લાલબત્તી સમાન છે.
શું છે સમગ્ર મામલો?
સુરતના વરાછા વિવેકાનંદ સોસાયટી ખોડીયાર એપાર્ટમેન્ટમાં કાંતીભાઈ પરષોતમભાઈ નાઈ પરિવાર રહે છે. તેઓ તારીખ 23/02/2024 થી તારીખ 27/02/2024 પાંચ દિવસ સુધી અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ સમયગાળા દરમિયાન તેમનું ઘર બંધ હતું અને ઘરમાંથી ચોરીનો બનાવ બન્યો. પરિવાર જ્યારે પ્રસંગ પૂર્ણ આવે છે તો ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત જોવા મળે છે અને તેમને ચોરી થઇ હોવાની શંકા જાય છે. ત્યારે ઘરમાં પલંગમાં મુકેલા સોના - ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.
પાડોશમાં રહેતી મહિલાએ જ આ કારણે કરી ચોરી
આ અંગે ફરિયાદી કાંતીભાઈ પરષોતમભાઈ નાઈ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ બાદ પોલીસ તપાસ દરમિયાન તેમને પાડોશની મહિલા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પૂછપરછ કરી કરવામાં આવે છે ત્યારે પડોશી મહિલા પ્રીતીબેન શેલેશભાઈ વાવડીયા પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મુક્યા હતા જે દાગીના છોડાવવા માટે નાણાની જરૂરીયાત હતી જેથી તેને ચોરીનો પ્લાન બનાવ્યો હતો
ADVERTISEMENT
આ રીતે પાડોશી આરોપી મહિલાએ ઘટનાને આપ્યો અંજામ
ફરિયાદીની પત્નીએ લગ્નપ્રસંગમાં ગયા પહેલા આ વાત પાડોશમાં રહેતી આરોપી મહિલા સાથે કરી હતી. આરોપી મહિલાએ ચોરીનો પ્લાન ગડી કાઢ્યો હતો આરોપી મહિલાએ પહેલા ફરિયાદીની પત્નીને જણાવ્યું કે મારા ઘરનું લોક ખરાબ થઇ ગયું છે મને તમારું લોક આપો મારે બહાર જવું છે જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યો હતો જેની ચાવી મહિલાએ લઇ જઈ ડુપ્લીકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી લીધી હતી
ADVERTISEMENT