Tapi News: પ્રાથમિક શાળામાં ફરજ પર શિક્ષક નશામાં હોવાનો વાલીઓનો ગંભીર આક્ષેપ
તાપીની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો શિક્ષક પર ગામજનો ગંભીર આક્ષેપ એક શિક્ષક વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો Teacher of Sundarpur Pathamik School: તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર…
ADVERTISEMENT
- તાપીની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો
- શિક્ષક પર ગામજનો ગંભીર આક્ષેપ
- એક શિક્ષક વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો
Teacher of Sundarpur Pathamik School: તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂનું સેવન કરી દારૂ લેવા મોકલતો હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષક પર ગામજનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 3 વર્ષથી શિક્ષક દ્વારા વર્ગમાં અભ્યાસ કરવાના બદલે દારૂનું સેવન કરી અને છોકરાઓને જ દારૂ લેવા જવા માટેનું કહેવામાં આવતું હતું. આ મામલે છોકરાઓના વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત પણ કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેશ્યાભાઇ ગામીતએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ઘટનાને લઈને અમારી ટીમ વતી સ્થળ મુલાકાત લીધી હતી. જેનો રિપોર્ટ જિલ્લાના અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ શિક્ષક હાલ રજા પર હોવાથી તેઓ હાજર થયા બાદ તેમની બદલી કરી દેવામાં આવશે અને સ્થાનિક શિક્ષકને હાલ જગ્યાને ધ્યાને લઈને નિમણુક કરવામાં આવશે.
ADVERTISEMENT
અગાઉ પણ શિક્ષણ જગતમાં આ પ્રકારની ઘટના બની હતી
અગાઉ પણ શિક્ષણને જગતને શર્મસાર કરતી એક આવી ઘટના સામે આવી હતી. જેમાં બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો હતો. શિક્ષક અજય પટેલ રીતસરનો લથડિયા ખાતો જોવા મળ્યો હતો અને ન્ય મહિલા શિક્ષક સાથે કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT