સુરતમાં યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલી 3 કરોડના ટ્રાન્ઝેક્શન થઈ ગયા, બેંક મેનેજર નીકળ્યો માસ્ટર માઈન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકની જાણ બહાર બોગસ ડોક્યુમેન્ટના આધારે ખટોદરાની ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકો દ્વારા સેવિંગ અને કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી રૂપિયા 3 કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ માત્ર કાગળ પર અલગ અલગ ફર્મ પણ ઉભી કરવામાં આવી હતી. યુવક દ્વારા બેંક સ્ટેટમેન્ટ કઢાવતા આ સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું. જે અંગેની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બેંક મેનેજર સહિત બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

યુવકના નામે ખુલી ગયું બેંક એકાઉન્ટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અખિલેશ રણજીત કુમાર યાદવે ખટોદરા પોલીસ મથકમાં લેખિતમાં એક અરજી કરી હતી. જે અરજીમાં જણાવ્યા અનુસાર સોશિયલ સર્કલ પાસે આવેલી HDFC બેંકમાં તેઓની જાણ બહાર સેવિંગ્સ અને કરંટ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટમાં કરોડોના આર્થિક નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેના નામનો રબર સ્ટેમ્પ અને બોગસ પુરાવાના આધારે આ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી. જ્યાં ખટોદરા પોલીસ દ્વારા આ મામલે અરજીના અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

ખોટા સરનામાં પણ કન્સલ્ટન્સી ચાલતી

ખટોદરા પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટમાં થયેલા આર્થિક નાણાકીય વ્યવહારો જે તે બેંકમાંથી મેળવવામાં આવ્યા હતા. જ્યાં અખિલેશ યાદવના બેન્ક એકાઉન્ટમાંથી ચૌહાણ કન્સલ્ટન્સીના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બેંક એકાઉન્ટ અમદાવાદના આશ્રમ રોડ પર રહેતા અજય બલવંતસિંહ ચૌહાણના નામે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી ખટોદરા પોલીસની ટીમે તપાસ કરતા અહીં આવી કોઈ વ્યક્તિ કે ફર્મ ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં ખટોદરા પોલીસ દ્વારા અન્ય બેંક એકાઉન્ટની તપાસ કરતા રામ ટ્રેડિંગના એકાઉન્ટમાં પણ કરોડોના આર્થિક નાણાકીય વ્યવહારો કરાયા હતા. જે બેંક એકાઉન્ટ અમદાવાદના કબુતર ખાના પાસે આવેલા ચોખા બજારના દુકાન નંબર સાતના સરનામે હોવાનું બહાર આવ્યું હતું.

ADVERTISEMENT

પરંતુ તે સરનામા પર પહેલાથી જ ઇડી અને બેંક દ્વારા શિલિંગની કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. ખટોદરા પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અલગ અલગ વ્યક્તિઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન પુનિત પાંડે નામના યુવકની પૂછપરછમાં આ બંને બેન્ક એકાઉન્ટ રજત શેઠિયા નામના વેપારીને ઓપરેટ કરવા માટે આપેલ હોવાની હકીકત જણાવી હતી.

બેંકનો મેનેજર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

ખટોદરા પોલીસની તપાસ દરમિયાન ઉધના મગદલા રોડ પર આવેલ સોસ્યો સર્કલ સ્થિત એચડીએફસી બેન્કના સેલ્સ બ્રાન્ચ મેનેજર સંદિપ ગુમાનમલ રાખેચાએ તેના વતનના સંબંધી રજત શેઠિયાના મેળા પીપળામાં ફરિયાદી અખિલેશ રણજીત યાદવની જાણ બહાર ખોટી સહીઓ કરી સેવિંગ્સ એકાઉન્ટ અને વિરાસત ટેક્સટાઇલનું કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અખિલેશ રણજીત યાદવ કોઈપણ પ્રકારના ફર્મના પ્રોપરાઇટર ન હોવા છતાં પણ બેંક મેનેજર સંદીપ ગુમાનમલ દ્વારા ખોટો સિક્કો બનાવી બોગસ પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં અખિલેશ યાદવના નામે વિરાસત ટેક્સટાઈલનું ખરાઈ પ્રમાણપત્ર મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન સુરતની કચેરી ખાતેથી મેળવી ત્યારબાદ ટેક્સટાઇલનો પુરાવો ઉભો કરી બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

આરોપીઓની પોલીસે કરી ધરપકડ

HDFC બેન્કના મેનેજર અને આરોપી સંદીપ ગુમાનમલ રાખેચા, રજત શેઠિયાએ મળી આરોપીઓ મિલન જૈન સાથે આર્થિક લાભ મેળવવા આ બંને એકાઉન્ટોમાં કરોડોના ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવેલી આ હકીકત બાદ ખટોદરા પોલીસ દ્વારા એચડીએફસી બેન્કના બ્રાન્ચ મેનેજર સંદિપ ગુમાનમલ, રજત સંજય શેઠીયા, મિલન જૈન સહિત શાહિબ નામના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે અંતર્ગત ખટોદરા પોલીસે આ ગુનામાં બેંક મેનેજર સંદીપ ગુમાનમલ રાખેચા અને રજત સંજય શેઠીયાની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓના મોબાઈલ નંબરની કોલ ડીટેલ્સની પણ તપાસ

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT