Surat Police 250 કિલોનું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી, કટરથી કાપતા અંદર યુવતીની લાશ નીકળી
Surat Crime News: સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી યુવતીની પ્લાસ્ટિકના ડ્રમમાં હત્યા કરીને છુપાવેલી લાશ મળી આવી છે. શંકાસ્પદ ડ્રમને પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને કટરથી કાપતા તેમાંથી સિમેન્ટની નીચેથી યુવતીની લાશ હતી.
ADVERTISEMENT

Surat Crime News: સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી યુવતીની પ્લાસ્ટિકના ડ્રમમાં હત્યા કરીને છુપાવેલી લાશ મળી આવી છે. શંકાસ્પદ ડ્રમને પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને કટરથી કાપતા તેમાંથી સિમેન્ટની નીચેથી યુવતીની લાશ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું અને બાદમાં રેતી-સિમેન્ટ સાથે ડ્રમમાં તેની લાશ છુપાવીને ફેંકી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાં ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
અવાવરું ડ્રમમાંથી મળી યુવતીની લાશ
વિગતો મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ અવાવરું જગ્યાએ પડ્યું હતું. ડ્રમમાં સિમેન્ટની વચ્ચે પગ જેવું કંઈક દેખાતા પોલીસને અંદર લાશ હોવાની આશંકા હતી. ડ્રમમાં રેતી અને સિમેન્ટ ભરવામાં આવ્યા હોવાથી તેનું વજન વધી ગયું હતું. આથી પોલીસે ટેમ્પામાંથી ડ્રમ મૂકીને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને અહીં ડ્રમને કટરથી કાપવામાં આવ્યું હતું. જે બાદ અંદરથી યુવતીની લાશ મળી આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
2-3 દિવસ પહેલા યુવતીની હત્યા કરાયાનો અંદાજ
ડ્રમમાં યુવચીનું માથું અંદરની સાઈડ હતું અને લાશની ઉપર કાપડના ટુકડા, સિમેન્ટ અને રેતી ભરી દેવામાં આવ્યા હતા. જોકે લાશને છુપાવવા આચરાયેલી ક્રૂરતા જોઈને પોલીસ અને તબીબો પણ કંપી ઉઠ્યા હતા. મૃત યુવતી 30 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે અને તેને 2-3 દિવસ પહેલા ગળેટૂંપો આપીને હત્યા કરાઈ હોય એમ પોલીસ તથા તબીબોનું પ્રાથમિક અંદાજ છે. જોકે ડેડબોડીના ફોરેન્સિક પોર્ટમોર્ટમ બાદ આ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
ભેસ્તાન પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવતીની લાશ જ્યાંથી મળી હતી તે વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત સ્થાનિક લોકોના પણ નિવેદનો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT