Surat Accident: આગળ જતી BRTS બસમાં બીજી બસ ધડાકાભેર ઘુસી ગઈ, વચ્ચે વાહન ચાલકો ચગદાઈ ગયા
Surat BRTS Accident: સુરતના કતારગામ જીઆઈડીસી પાસે બે BRTS બસ વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. બે બસની વચ્ચે ટુ-વ્હીલર ચાલકો આવી જતા 8 થી વધુ લોકોને…
ADVERTISEMENT
Surat BRTS Accident: સુરતના કતારગામ જીઆઈડીસી પાસે બે BRTS બસ વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. બે બસની વચ્ચે ટુ-વ્હીલર ચાલકો આવી જતા 8 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી તો સ્થળ પર જ બે જેટલા લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં એક બસ આગળ છે અને પાછળ આવતી બીજી બસની વચ્ચે કેટલાક ટુ-વ્હીલર ચાલકો છે, અચાનક પાછળથી બસ પૂરપાટ ઝટપે આવે છે અને આગળ જતી BRTS સાથે અથડાય છે. આ વચ્ચે વાહન ચાલકો દબાઈ જાય છે.
બ્રિજ ઉતરતા સમયે સર્જાયો અકસ્માત
વિગતો મુજબ, સુરત કતારગામ GIDC ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા સમયે આગળ જતી BRTS બસની પાછળ પૂરપાટ આવતી બીજી BRTS બસ ઘુસી જાય છે. જેમાં વચ્ચે રહેલા ટુ-વ્હીલર ચાલકો ચગદાઈ જાય છે. આ સાથે બસે રોડની બાજુમાં ઊભેલા એક ટેમ્પો અને રીક્ષાને પણ અડફેટે લીધી હતી. ઘટના ત્યાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.
સુરતમાં BRTS બસ વચ્ચેના અકસ્માતના ધ્રુજાવી મૂકે તેવા ફૂટેજ સામે આવ્યા#Surat #Accident pic.twitter.com/cIWFsWNU7v
— Gujarat Tak (@GujaratTak) December 23, 2023
ADVERTISEMENT
ધારાસભ્ય-મંત્રી હોસ્પિટલ પહોંચ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ ભાજપના ધારાસભ્ય, મંત્રી અને મેયર હોસ્પિટલ ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા.
ADVERTISEMENT