Surat: AAPના બે કોર્પોરેટર પર લાગ્યો 10 લાખની લાંચ લેવાનો આરોપ, ACBમાં ફરિયાદ

ADVERTISEMENT

સુરતમાં આપના કોર્પોરેટરની તસવીર
Surat AAP Coporator
social share
google news

Surat News: સુરતમાં AAPના બે કોર્પોરેટર પર 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો ગંભીર આરોપ લાગ્યા છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે કોર્પોરેટરે તેમની પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે. આ અંગે એન્ટી કોર્પોરેશન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર ઉપરાંત એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લગાવાયો છે.

આ પણ વાંચો: અમરેલી પોલીસ વિભાગમાં મોટો ફેરફારઃ એક સાથે 18 PSIની કરી દેવાઈ બદલી, જુઓ આખી યાદી

AAPના કોર્પોરેટર પર લાંચનો આરોપ

વિગતો મુજબ, સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખ રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ એસીબીમાં કરવામાં આવી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ આરોપ કર્યો છે કે રૂ.11 લાખની લાંચ માગવામાં આવી હતી અને 10 લાખમાં પતાવટ કરવામાં આવી હતી. સમાધાનની વાતનું રેકોર્ડિંગ અને સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટરે ACBને આપ્યું હતું.  

આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રીની લથડી તબિયત, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોર્પોરેટરે આરોપો પર શું કહ્યું?

તો બીજી તરફ AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ આ લાંચના આરોપોને ફગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાર્કિંગ માફિયાઓએ ખોટી અરજી કરી છે. નોંધનીય છે કે, AAPના કોર્પોરેટર સામે આ પ્રકારના ગંભીર આરોપથી સુરતમાં રાજકારણ ગરમાયું હતું. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે ACBની તપાસ બાદ શું સામે આવે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT