સુરતમાં પોલીસ જાપ્તામાંથી ભાગેલા બુટલેગરને TRB જવાને છૂટું હેલ્મેટ ફેંકીને પકડી લીધો
Surat News: સુરતમાં પ્રોહિબિશનના કેસમાં કોર્ટમાં લઈ જવાનો આરોપી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયો. પોલીસની વાનમાંથી ભાગેલા આરોપીને પકડવા માટે પોલીસ દોડી રહી હતી. દરમિયાન ત્યાં…
ADVERTISEMENT
Surat News: સુરતમાં પ્રોહિબિશનના કેસમાં કોર્ટમાં લઈ જવાનો આરોપી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયો. પોલીસની વાનમાંથી ભાગેલા આરોપીને પકડવા માટે પોલીસ દોડી રહી હતી. દરમિયાન ત્યાં નજીકમાં જ ફરજ પર રહેલા TRB જવાને હેલ્મેટ છૂટું મારીને આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે ટ્રાફિક જવાનની સતર્કતાના પગલે પોલીસની આબરું ધૂળ ધાણી થતા બચી ગઈ હતી.
રોડ પર દોડતા બુટલેગરને TRB જવાને પકડ્યો
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રવિન્દ્ર પાટીલ નામનો TRB જવાન ફરજ બજાવતો હતો. ત્યારે એક વ્યક્તિ રોડ પર ભાગતો હતો, જેની પાછળ લોકો પકડો પકડોની બૂમો પાડતા હતા. એવામાં TRB જવાન રવીન્દ્રએ સામેની બાજુ જઈને પોતાનું હેલ્મેટ કાઢીને માર્યું હતું અને આરોપીને પકડી પકડી લીધો હતો. જોકે લોકો રોડ પર દોડતા યુવકને મારે નહીં એટલા માટે તે બૂમો પાડવા લાગ્યો કે હું ચોર નથી આરપી છું. પછી પોલીસ આવી અમે મોબાઈલ વાનમાં આરોપીને લઈને જતી રહી.
1.86 લાખના દારૂ સાથે ઝડપાયો હતો આરોપી
ખાસ છે કે, અવિશાન ધકાતે નામનો આરોપી ગડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કેસમાં આરોપી છે. બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બે જગ્યાએ દરોડા પાડ્યા હતા. જે બાદ ગડોદરા પોલીસ સક્રિય થઈ અને 1.86 લાખના દારૂ સાથે અવિનાશને ઝડપી લીધો હતો. જોકે તે ભાગવા જતા TRB જવાનની ચાલાકીના કારણે તે પકડાઈ ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT