Surat News: સુરતમાં સ્પા સંચાલકની લુખ્ખી દાદાગીરી, યુવતીએ પગાર માગતા મારામારી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: સુરતમાં પાલ વિસ્તારમાં સ્પા સંચાલકે યુવતી સાથે મારા મારી કરી હોવાની ઘટના બની છે. સ્પામાં કામ કરતી યુવતી બાકી પગાર લેવા ગઈ હતી, જે મુદ્દે બોલાચાલી થયા બાદ સંચાલકે યુવતીને લાફો મારી દીધો હતો, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

15 દિવસનો પગાર બાકી હતો

વિગતો મુજબ, સુરતના પાલ વિસ્તારમાં આવેલા ભાગ્યરત્ન એપાર્ટમેન્માં પીપલ્સ વેલનેશ સ્પા સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સ્પામાં કામ કરતી યુવતી 15 દિવસનો બાકી પગાર લેવા માટે ગઈ હતી. ત્યારે પિયુષ ગાંધી નામના સ્પા સંચાલકે પગાર આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી.

સ્પા સંચાલકે કરી ઝપાઝપી

આ દરમિયાન પિયુષ ગાંધીએ યુવતી સાથે ઝપાઝપી કરી અને ચહેરા પર લાફો મારી દીધો હતો, અને યુવતીને સ્પામાંથી બહાર કાઢી મૂકી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો, જે વાઈરલ થતા સ્પા સંચાલક સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT