Surat: સ્મીમેરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઈ ગર્લ લાવ્યો, યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત

Gujarat Tak

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat News: સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા માટે થાઈ ગર્લ બોલાવી હતી. જોકે હોસ્ટલના રૂમમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મનાવતા પહેલા જ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દેતા તે અસ્ત વ્યસ્ત કપડામાં બહાર દોડી જતા આખી ઘટના ખુલ્લી પડી ગઈ હતી. હોસ્ટેલ નજીકથી મળી આવેલી બિયર અને દારૂની ખાલી બોટલો ઉપરાંત રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા થાઈ યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જાયેલા હંગામાની તપાસ કૉલેજ પ્રશાસને શરૂ કરાવી છે.

રેસિડેન્ટ ડોક્ટરે બોલાવી થાઈ ગર્લ

વિગતો મુજબ, સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હોસ્ટેલ છે. શનિવારે રાત્રે 1 વાગ્યે બોય્ઝ હોસ્ટલ-કોલેજમાં હોબાળો થયો હતો. એક રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લ બોલાવી હતી, અને મોડી રાત્રે બધાથી છુપાવીને તેને હોસ્ટેલમાં લઈને ગયો હતો. જોકે રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. આથી ગુસ્સામાં રેસિડેન્ટ ડોક્ટરે યુવતીને લાફો મારી દીધો હતો. જે બાદ યુવતી રૂમમાંથી બહાર નીકળીને કેમ્પસમાં ભાગી ગઈ હતી. આથી હોસ્ટેલના અન્ય ડોક્ટર્સ તથા સ્ટાફ દોડી આવ્યા હતા.

પોલીસ સુધી પહોંચ્યો મામલો

રૂમમાંથી અસ્ત-વ્યસ્ત કપડાંમાં ગભરાઈને બહાર નીકળી ગયેલી થાઈ ગર્લ સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેરમાં તૈનાત પોલીસ કર્મચારીઓ પાસે પહોંચી હતી. યુવતીએ ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધમાં ફિયાદ કરી હતી. જે બાદ નાઈટ ડ્યૂટીમાં હાજર RMO સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. સ્મીમેરમાં યુવતી બોલાવીને માથાકુટ થયાની વાત વરાછા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ડીને આપ્યા તપાસના આદેશ

ઘટના અંગે ગાલમાં મેડિકલ કોલેજના ડીન દીપક હોવલેએ તપાસના આદેશ આપી દીધા છે. આ અંગે કમિટી બનાવવામાં આવી છે જે ઘટનાની તપાસ કરશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની વાત તેમણે કહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT