Surat News: PAK સામેની મેચમાં ભારતની ભવ્ય જીત બાદ સુરતમાં ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ
Surat Crime News: સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવાર સાથે સૂતેલી 9 વર્ષની બાળકીને રાતના…
ADVERTISEMENT
Surat Crime News: સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવાર સાથે સૂતેલી 9 વર્ષની બાળકીને રાતના અંધારામાં ઉચકી જઈને નરાધમે શેરડીના ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીને નજીકના હાઈવે પર રડતી મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને રડતા જોઈને ત્યાંથી પસાર થતા યુવકે પૂછપરછ કરી અને માતા-પિતા સુધી પહોંચાડી હતી. જોકે બાળકીની હાલત જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે સીસીટીવીથી શંકાસ્પદની ધરપકડ કરી
બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદને લઈને પરિવાર પોલીસ પાસે પહોંચ્યો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી અને LCB અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે અલગ-અલગ ટીમો બનાવી નરાધમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દુષ્કર્મની ઘટના બની તે શેરડીનું ખેતર અને આસપાસના વિસ્તારમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી. જેમાં નજીકના એક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ શખ્સ દેખાયો હતો.
આરોપી અઠવાડિયા પહેલા જ મધ્ય પ્રદેશથી આવ્યો હતો
જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ એક શખ્સને ઝડપીને પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે કાંતિલાલ ડેડીયારને ઝડલી લીધો હતો. આરોપી મધ્ય પ્રદેશના રતલામનો વતની છે અને અઠવાડિયા પહેલા જ પલસાણામાં મજૂરી કામ માટે આવ્યો હતો. તે ઘણીવાર ત્યાંથી આવતા-જતા બાળકીને જોતો રહેતો હતો. ઘટનાના દિવસે બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેનું અપહરણ કરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી સામે બળાત્કાર, અપહરણ, પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT