સુરતમાં ગર્લ્સ સ્કૂલમાં ગેટના સમારકામ દરમ્યાન સ્લેબ ધરાશાહી, 3 શ્રમિકો દબાઈ જતા બેનાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કેમ્પસમાં આવેલી ડાયમંડ ગર્લ્સ સ્કુલમાં ગેટના છજાનો ભાગ ધરાસાઈ થવાની ઘટના સામે આવી હતી. શાળાના ગેટને ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક સ્લેબ ધરાશાઈ થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા. જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક સામાન્ય ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને એટલે ફાયર વિભાગ દ્વારા જેસીબીની મદદથી કાટમાળ હટાવ્યો હતો. બનાવ બન્યા બાદ શાળાના આગેવાનો સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કુલ આવેલી છે. આ શાળાના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરો ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

ફાયર વિભાગની ટીમે દ્વારા તાત્કાલિક કાટમાળ હટાવીને સ્લેબ નીચે દબાયેલા 3 શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું. અને 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

ADVERTISEMENT

શાળાના પૂર્વ ટ્રસ્ટી અને પૂર્વ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધારૂકા કેમ્પસમાં આવેલી ડાયમંડ સ્કુલમાં બે દિવસની રજા હોવાથી કોન્ટ્રકટરને કોન્ટ્રકટ આપીને સ્કુલના એન્ટ્રી ગેટની છત પાડવાનું કામ આપવામાં આવ્યું હતું. ગતરોજથી કોન્ટ્રકટર દ્વારા આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અને આજે સવારથી પણ આ કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ કોઈ ટેકનીકલ કારણોસર અને ઉતાવળમાં ગેટ ઉતારી પાડવાની લાયમાં ગેટ ધડાકા તૂટી પડ્યો હતો. જેમાં ત્રણ જેટલા શ્રમિકો દટાયા હતા અને આ ગંભીર ઘટના બની હતી. બનાવ બન્યા બાદ ફાયર અને પોલીસ તાત્કાલિક ઘટનાઓ પહોંચી આવીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT