Surat News: સચિન GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 20 કામદારો દાઝ્યા
Surat News: સુરતમાં સચિન GIDCમાં આવેલી ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલી એથર કંપનીમાં આવેલી સ્ટેરોજ ટેંકમાં આગ લાગતા મોટો બ્લાસ્ટ થયો…
ADVERTISEMENT
Surat News: સુરતમાં સચિન GIDCમાં આવેલી ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલી એથર કંપનીમાં આવેલી સ્ટેરોજ ટેંકમાં આગ લાગતા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમં પ્રાથમિક વિગતો મુજબ 20થી વધુ કારીગરો દાઝી ગયા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેમિકલ કંપનીની ટેંકમાં આગ સાથે બ્લાસ્ટ
સુરતમાં સચિન GIDCમાં રોડ નંબર 8 એથર કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેંકમાં રાખેલા કેમિકલમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગી હતી. ફાયરનો મેજર કોલ જાહેર થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની એક ડઝન જેટલી ગાડીઓ આગ બુજાવવામાં લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગમાં 20 જેટલા કામદારો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 3 કામદારોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
#WATCH | Gujarat: A massive fire broke out in a chemical factory in the Sachin Gidc area of Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/pz2tzyGJnI
— ANI (@ANI) November 29, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT