સુરતના કામરેજમાં સિગારેટના પૈસા માટે યુવકને બેરહેમીથી માર મારી વીડિયો કરાયો વાયરલ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસડ ગામે ગેરેજમાં લઈ જઈને જૂની અદાવતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને ગળા પર પગ મૂકી સુરત છોડી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસડ ગામે ગેરેજમાં લઈ જઈને જૂની અદાવતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને ગળા પર પગ મૂકી સુરત છોડી દેવાની ધમકી આપવામાં આવ્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નજીવી બાબતમાં બબાલો વધી
આજકાલ લોકોને જાણે ડોન બનવાનો શોખ થઈ ગયો હોય તેમ નજીવી બાબતે મોટી બબાલો ઊભી કરી દે છે. ગમે ત્યાં મારામારી કરતાં ફરે છે અને ક્યારેક આ મારામારી મોટી ઘટનામાં પરિણમે છે. વરાછા વિસ્તારમાં યુવક પોતાના મિત્રના ગલ્લા પર સિગારેટ લેવા ગયો હતો અને પૈસા ચૂકવ્યા ન હતા. હાજર ગલ્લા પર નોકરી કરતા કારીગરે પૈસા માંગતા યુવકે આપવાની ના પાડી હતી અને ગલ્લાનો માલિક મારો મિત્ર છે તેથી પૈસા ન આપવાના હોય એવું કહેતા જ યુવક અને કારીગર વચ્ચે બબાલ થઈ હતી. ઘટનાના બે દિવસ બાદ દુકાનદારના ભાઈએ યુવકને સમાધાન કરવા બોલાવ્યો હતો અને અન્ય સાગરીતો સાથે મળી ખડસડ ગામે આવેલ એક ગેરેજમાં લઈ જઈ હુમલો કરી દિધો હતો. સિગારેટના પૈસા ચૂકવવા જેવી નજીવી બાબતે ચાર ઈસમોએ લોખંડની પાઇપથી યુવકને ઢોર માર મારી માર મારતો વીડિયો ઉતારી માં બેન વિશે અપશબ્દો બોલી સુરત છોડી દેશમાં ચાલ્યા જવા ધમકીઓ આપી ભાગી ગયા હતા. ભોગ બનનાર જીતેન્દ્ર થાળેસા નામના યુવકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓને બન્ને પગમાં અને એક હાથમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ યુવક સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ છે.
અમદાવાદ અકસ્માત ઈફેક્ટઃ 3 દિવસમાં જ નર્મદામાં ડ્રીંક એન્ડ ડ્રાઆવના 42 કેસ
આર.બી. ભટોળ (કામરેજ પીઆઇ)
ADVERTISEMENT
ઘટનાને ગંભીરતાથી લઈને હુમલાખોરોને ઝડપી લેવા કામરેજ પોલીસ ચક્રોગતિમાન કર્યા હતા. હાલ પોલીસે ચાર પૈકી એક આરોપીની પોલીસે અટક કરી લીધી છે અને અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ આવા લુખ્ખા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવે તે હાલ જરૂરી બની ગયું છે.
ADVERTISEMENT