સુરતમાં ઢોંગી તાંત્રિકે મહિલા પર આચર્યું દુષ્કર્મ, ‘રૂપિયાનો વરસાદ થશે’ કહીને રૂમમાં લઈ જઈ જબરજસ્તી કરી
Surat News: સુરતમાં ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વિધિ કરવાથી ઘમાં લક્ષ્મીજી આવશે અને રૂપિયાનો વરસાદ થશે તેવી…
ADVERTISEMENT

Surat News: સુરતમાં ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વિધિ કરવાથી ઘમાં લક્ષ્મીજી આવશે અને રૂપિયાનો વરસાદ થશે તેવી લાલચ આપીને વિધિના બહાને રૂમમાં લઈ ગયો અને બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિકને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આર્થિક સંકડામણ દૂર કરવા જતા આબરૂ લૂંટાઈ
વિગતો મુજબ, ડિંડોલીમાં રહેતો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ માટે પાડોશમાં રહેતી એક મહિલાને વાત કરતા તેણે પોતાના ધ્યાનમાં એક તાંત્રિક હોવાનું જણાવ્યું હતું. જેથી પાડોશી પર વિશ્વાસ કરીને પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા અહેમદનુર અલ્લાનુર પઠાણ નામના તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકે જણાવ્યું કે, ભાગ્યમાં લક્ષ્મી હોય છે તે મેળવવા માટે વિધિ કરવી પડશે અને આ બાદ રૂપિયાનો વરસાદ થશે.
રૂમમાં લઈ જઈને તાંત્રિકે આચર્યું દુષ્કર્મ
અઠવાડિયા પહેલા તાંત્રિક મહિલાના ઘરે પહોંચ્યો હતો અને વિધિના બહાને તેને રૂમમાં લઈ ગયો હતો. જ્યારે મહિલાનો પતિ અને પાડોશી મહિલા રૂમની બહાર જ હતા. રૂમમાં મહિલાની સમસ્યા ઉકેલવાને બદલે તાંત્રિકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મહિલાએ સમગ્ર વાત પોતાના પતિને જણાવીને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તાંત્રિક સામે ગુનો નોંધ્યો હતો. સુરતના ડિંડોલી પોલીસે બળાત્કારી તાંત્રિકની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT