સુરતમાં રોડ પર દોડતી સિટી બસમાંથી પડી ગયેલા મુસાફર પર ટાયર ફરી વળ્યું, 2 સેકન્ડમાં કરુણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસમાંથી એક મુસાફર રોડ પર પડ્યો હતો. જે બસના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે બસમાંથી નીચે પડ્યાની 2 સેકન્ડમાં જ મુસાફર પર ટાયર ફરી વળે છે.

મુસાફરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના કતારગામ દરવાજા વિસ્તારની છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે બુધવારે બપોરે લગભગ 2:32 વાગ્યે એક વાદળી રંગની બસ રોડ પરથી પસાર થઈ રહી હતી, આ દરમિયાન બસના દરવાજે ઉભેલો એક મુસાફર અચાનક રોડ પર આવી ગયો અને બસનું પાછળનું ટાયર તેના ઉપર ચડી ગયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સમાચાર મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માતમાં મૃતક યુવકની ઓળખ સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામ નગર સોસાયટીમાં રહેતી 38 વર્ષીય સુબ્રતી સફરખાન તરીકે થઈ હતી. જેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ નંબર 254માં ચડ્યા બાદ કતારગામ ફાટક પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT