સુરતના પાંડેસરામાં અજાણ્યા યુવકની માથું કાપેલી હાલતમાં લાશ મળતા ભારે ચકચાર મચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ખુલ્લી જગ્યામાંથી યુવકની લાશ મળી આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે અને હત્યારાનો શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ખુલ્લા મેદાનમાં યુવકની લાશ

વિગતો મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ ઈન્ડસ્ટ્રી પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી અજાણ્યા યુવકની માથુ કાપેલી લાશ મળી હતી. ખુલ્લા પ્લોટમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃત યુવકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ

અજાણ્યો યુવક 25થી 30 વર્ષની આસપાસનો હોવાનું અનુમાન હાલ પોલીસે લગાવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની અન્ય જગ્યાએ હત્યા કરીને લાશ અહીં ફેંકી દેવાઈ હોય એવું અનુમાન છે તો હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસ ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઈ રહી છે. સાથે જ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT