'દવા' કોડવર્ડ...ભજીયાની લારી પર ડ્રગ્સ નશાનો વેપલો; સુરત પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા

ADVERTISEMENT

Surat Crime News
યુવાધન ડ્રગ્સના રવાડે
social share
google news

Surat Crime News: સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નો-ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજા સહિત અનેક નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસને ડ્રગ્સનું વેચાણ કરતા 3 ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. ભજીયાની લારી પર કોડ વર્ડમાં આ ડ્રગ્સ વેચાતું હતું. પોલીસે આ સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 125 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળી હતી બાતમી

સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમીના આધારે ડ્રગ્સનું વેચાણ કરતા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પાસેથી પોલીસ દ્વારા ડ્રગ્સ સહિત કુલ 13,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, સુરતના કતારગામ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજીયાની દુકાન પર કેટલાક ઈસમો એમડી ડ્રગ ડ્રગ્સ વેચી રહ્યા છે. 

ભજીયાની લારી પર કરી તપાસ

સુરત DCP પીનાકીન પરમારે જણાવ્યું કે, બાતમીના આધારે પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઈનુદ્દીન અંસારી તેમજ અન્ય બે ઈસમોની ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. લાલગેટ પોલીસે મોઇનુદ્દીન અંસારીની સાથે રાશિદજમાલ ઉર્ફે બનારસી અંસારી તેમજ મોહમ્મદ જાફર ગોડીલની ધરપકડ કરી છે. આરોપી રાશિદજમાલ સાડીના ધંધા સાથે જોડાયેલો છે. તેમજ મોહમદ જાફર કાપડ દલાલીનું કામ કરે છે. મહત્વની વાત છે કે ભજીયાની લારી ચલાવનાર મોઇનુદ્દીન અન્સારી એમડીનું વેચાણ કરતો હતો.

ADVERTISEMENT

આરોપીઓ પણ નશો કરવા લાગ્યાઃ DCP

તેમણે જણાવ્યું કે, મુખ્ય આરોપી મોઈનુદ્દીન ભજીયાની લારી ચલાવતો હોવાથી આરોપી રાસીદજમાલ અને મોહમદ જાફર બંને તેની પાસે બેસવા માટે આવતા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આરોપીઓ પણ એમડીનો નશો કરવા લાગ્યા હતા. જે બાદ મોહમદ જાફરનો ધંધો ધીમો ચાલવા લાગતા તેણે પોતાની દુકાન અને ભજીયાની લારી પર ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું અને મુંબઈથી અજાણ્યા વ્યક્તિ પાસેથી આ એમડીનો મુદ્દામાલ મંગાવ્યો હતો અને ત્યારબાદ તે જરૂરિયાત મુજબ આરોપી રાશીદજમાલ તેમજ મોહમ્મદ જાફરને આ મુદ્દામાલ વેચવા માટે આપતો હતો.

દવાના કોડવર્ડથી કરતા વાત

મહત્વની વાત છે કે, આરોપી રાશિદ અને મોઇનુદ્દીન ગ્રાહક પાસે રૂબરૂ જઈને વેરિફિકેશન કરતા હતા. ત્યારબાદ આ ડ્રગ્સની ડીલેવરી ગલી ખાંચામાં આપવા માટે જતા હતા અને ડ્રગ્સના બદલામાં રૂપિયા મેળવી લેતા હતા. તો આ ઘટનામાં આરોપી મોહમદ પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોઇનુદ્દીનના મોબાઈલથી જ ગ્રાહક સાથે વાત કરતો હતો અને આરોપીઓ ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરતા હતા.

ADVERTISEMENT

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT