Surat News: LIC એજન્ટને ઘરે બોલાવીને બહારથી દરવાજો બંધ કરી દીધો, યુવતી સાથે હતો અને પોલીસ ત્રાટકી…
Surat News: સુરતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્શ્યોરન્સ એજન્ટને ફોન કરીને ઘરે બોલાવીને યુવતીએ ઘરના દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ…
ADVERTISEMENT
Surat News: સુરતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્શ્યોરન્સ એજન્ટને ફોન કરીને ઘરે બોલાવીને યુવતીએ ઘરના દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ બાદ એજન્ટને હનીટ્રેપમાં ફસાવીને રૂ. 42 હજાર પડાવી લીધા. ઘટના બાદ એજન્ટે 6 શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરી લીધી છે.
વીમાના કામ માટે બોલાવી એજન્ટને ફસાવ્યો
વિગતો મુજબ, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટને અડાજણના શ્રીજી આર્કેડ સામે હાઉસિંગ સોસાયટીમાં દિલીપભાઈ નામના વ્યક્તિએ ઈન્શ્યોરન્સ કામ માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યારે LIC એજન્ટ ઘરે પહોંચ્યો તો એક યુવતી તેની પાસે આવી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી લીધો. આની 5 મિનિટ બાદ 3-4 લોકો દરવાજો ખોલીને અંદર આવ્યો અને અડાજણ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું.
નકલી પોલીસે અચાનક રેડ પાડી
બાદમાં તમામે અહીં ખોટું કામ થતું હોવાનું કહીને એજન્ટને લાકડીથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે એજન્ટ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે આપવાની ના પાડતા ફરી માર માર્યો. આખરે 75 હજાર રૂપિયામાં પતાવટ કરવાની વાત થઈ. એજન્ટે નજીક ATMમાંથી 25000 ઉપાડીને આપ્યા અને બાદમાં એજન્ટના ઘરેથી વધુ 17000 રૂપિયા પડાવ્યા હતા અને વધુ પૈસાની માગણી કરી.
ADVERTISEMENT
યુવકે મિત્રને જાણ કરતા ટોળકી ફરાર
જોકે એજન્ટને શંકા જતા તેણે પોતાના મિત્રને ફોન કરીને બોલાવ્યો. મિત્ર આવતો હોવાની જાણ થતા જ હનીટ્રેપ કરનારી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ બાદ યુવકે અડાજણ પોલીસ સ્ટેશને પહોંચીને 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT