Surat GST Scam: સુરતમાં રૂ.500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • સુરતમાં રૂ.500 કરોડના નકલી GST બિલ બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.
  • GST વિભાગના દરોડામાં 45 નકલી કંપનીઓ હોવાનું ખૂલ્યું.
  • આરોપીઓએ સરકારે પાસેથી 30 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી.

Surat GST Scam: સુરતમાં રૂ.500 કરોડના નકલી જીએસટી બિલ (GST Bill) બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ રૂ.500 કરોડના દેશભરમાં નકલી જીએસટી બિલ બનાવીને જીએસટી વિભાગને છેતર્યો છે. સુરતમાં GSTમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે જેમાં બનાવટી બિલોના આટલા મોટા પુરાવાના આધારે સરકારી તિજોરીને નુકસાન થયું હોય.

Health Insurance: પોલિસી ધારકો માટે Modi સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ હોસ્પિટલમાં થશે કેશલેસ સારવાર

GST વિભાગની રેડમાં સામે આવ્યું કૌભાંડ

GST વિભાગને આ મામલે માહિતી મળી હતી કે, ઘણા લોકો નકલી દસ્તાવેજોના આધારે કંપનીની નોંધણી કરીને સરકાર પાસેથી મોટી રકમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વસૂલ કરી રહ્યા છે. આ પછી, જીએસટી વિભાગે જ્યારે સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે કંપની જીએસટી વિભાગમાં જે સરનામે રજીસ્ટર છે તે ઉપલબ્ધ નથી.

ADVERTISEMENT

MP: ઉજ્જૈનમાં Sardar Patel ની પ્રતિમાને ટ્રેક્ટરથી ખેંચીને નીચે પાડી દેવામાં આવી, પોલીસ માત્ર જોતી રહી!

45 નકલી કંપની બનાવી કરી છેતરપિંડી

મામલાની ગંભીરતા જોઈને જીએસટી વિભાગે સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, આરોપીઓએ નકલી દસ્તાવેજોના આધારે માત્ર 8 નહીં પરંતુ 45 નકલી કંપનીઓ બનાવી હતી. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ 45 કંપનીઓમાંથી કુલ રૂ. 500 કરોડનું જીએસટી બિલ એકત્ર કર્યું હતું અને 30 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે.

ADVERTISEMENT

સમગ્ર કૌભાંડ મામલે માહિતી આપતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વધુ તપાસમાં જાણવા મળશે કે આરોપીએ અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કેટલી નકલી કંપનીઓ ખોલી છે.

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT