Surat Accident: સુરતમાં નેશનલ હાઈવે પર એકસાથે 10 વાહનોનો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Accident: હાઈવે પર પેસેન્જરો ભરવા માટે આડેધડ લક્ઝરીઓ ઊભા રાખવાના પરિણામે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. આવી જ એક બેદરકારીના કારણે સુરતમાં નેશનલ હાઈવે નં.48 પર મોડી રાત્રે એક બાદ એક 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક અથડાયા

વિગતો મુજબ, સુરતના નેશનલ હાઈવે 48 પર કીમ ચાર રસ્તાથી કોસંબા તરફ જતા રોડ પર પેસેન્જર ભરવા ગમે તેમ ઊભી રહેતી લક્ઝરી બસોને કારણે અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી પાછળ એકબાદ એક વાહનો ધડાકાભેર અથડાયા હતા. હાઈવે પર 4 લક્ઝરી, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઈજા પહોંચી હતી. જોકે હાલમાં જાનહાનિની કોઈ ખબર સામે આવી નથી.

ADVERTISEMENT

પેસેન્જર ભરવા ગમે ત્યાં ઊભી રહેતી લક્ઝરી બસ જોખમી

ખાસ છે કે નેશનલ હાઈવે પર ઘણીવાર લક્ઝરી ચાલકો પેસેન્જરો ભરવા માટે ગમે ત્યાં અચાનક વાહન ઊભું રાખી દેતા હોય છે. એવામાં પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાતા રહે છે.એવામાં હાઈવે પર અડચણરૂપ અને જોખમી રીતે ઊભા રહેતા વાહનો સામે કાર્યવાહી જરૂરી છે.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT