Surat: ગ્રીષ્માકાંડ? પાગલ પ્રેમીએ રોડ વચ્ચે પ્રેમિકાના ગળે બ્લેડ મૂકી, ભીડમાંથી બહાદૂર વ્યક્તિ વચ્ચે પડ્યો પછી...

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat Crime News: સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટનામાં યુવતીનો જીવ જતા જતા બચી ગયો. રસ્તા પર ચાલતા જતી એક યુવતી પર પાગલ પ્રેમીએ બ્લેડ વડે હુમલો કર્યો હતો અને તેના ગળા પર છરી મૂકી દીધી હતી. એવામાં ભીડમાંથી એક બહાદૂર વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રેમીના ચુંગાલમાંથી યુવતીને બચાવી લીધી. જોકે આ દરમિયાન તેને પોતે પણ ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા આ બહાદૂર યુવકનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

યુવતીને ઉઠાવી જવાનો પ્રેમીએ કર્યો પ્રયાસ

વિગતો મુજબ, 9 ઓગસ્ટના રોજ સવારે 8.30 વાગ્યે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વસ્તા દેવડી રોડ પર એક યુવતી તેના બહેનપણી સાથે જઈ રહી હતી. ત્યારે રસ્તાની વચ્ચે યુવતીના પ્રેમીએ તેને બળજબરીથી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ જોઈને બંને છોકરીઓ ચીસો પાડવા લાગી, જેથી આસપાસના લોકો ભીડના રૂપમાં એકઠા થઈ જાય છે. પછી પ્રેમી ખિસ્સામાંથી બ્લેડ કાઢીને યુવતીના ગળા પર મૂકી દે છે અને ભીડને એકઠી થતી જોઈને ધમકી આપે છે કે, જો કોઈ નજીક આવશે તો યુવતીને મારી નાખીશ. 

આરોપીની તસવીર

ભીડમાંથી યુવકે યુવતીનો જીવ બચાવ્યો

જોકે ભીડમાંથી એક બહાદુર વ્યક્તિ વચ્ચે આવીને પ્રેમીનો હાથ પકડીને ધક્કો મારી દીધો હતો. જેથી યુવતી છૂટીને ભાગી ગઈ હતી. પરંતુ પાગલ પ્રેમીએ તે વ્યક્તિ પર હુમલો કરતા ઝપાઝપીમાં બ્લેડ વડે ત્રણ વાર મારી ઈજા પહોંચાડી અને ભાગી ગયો. આથી ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના હાથ અને ખભા પર 15 ટાંકા આવ્યા છે. પોલીસને માહિતી મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા અને પ્રેમીને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને હુમલાખોર પ્રેમીને પકડી લીધો હતો. સુરત પોલીસના ડીસીપી પિનાકીન પરમારે મીડિયાને જણાવ્યું કે, આ ઘટના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્તાદેવડી રોડ પર સ્થિત શાંતિ નિકેતન સોસાયટીની સામે બની હતી. 

ADVERTISEMENT

આરોપી અને પીડિતા બંને ઓડિશાના રહેવાસી

ભોગ બનનાર પીડિતા અને આરોપી બંને ઓડિશાના રહેવાસી છે. બંને ઓડિશામાં શાળામાં સાથે ભણ્યા હતા અને અભ્યાસ દરમિયાન મિત્રો બન્યા હતા. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી અને તેમનો પ્રેમસંબંધ ચાર-પાંચ વર્ષ સુધી ચાલ્યો. તે દરમિયાન બોયફ્રેન્ડે તેના મોબાઈલમાં યુવતીના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકાને બ્લેકમેલ કરી રહ્યો હતો.

યુવતીનો જીવ બચાવનાર રાહદારી, ચિંતન પટેલની તસવીર

યુવતીનું અપહરણ કરીને આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું

યુવતીના પરિવારે ઓડિશામાં FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીપુન જૈન ત્યાંથી ભાગીને સુરત આવી ગયો હતો. થોડા સમય બાદ પરિવારજનોએ યુવતીને તેના સંબંધીઓ પાસે રહેવા સુરત મોકલી દીધી હતી. પ્રેમી દીપુન જૈનાને તેની ગર્લફ્રેન્ડ સુરતમાં હોવાની જાણ થતાં જ તેણે તેની ગર્લફ્રેન્ડને ધમકીઓ આપી હતી કે તારા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને હું તેને બદનામ કરીશ. ડર અને મજબૂરીના કારણે યુવતી તેને મળવા લાગી. આરોપી દીપુન જૈનાએ તેની ગર્લફ્રેન્ડનું અપહરણ કરીને તેને 7 દિવસ સુધી તેના રૂમમાં ગોંધી રાખી હતી. યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવીને તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

ADVERTISEMENT

જ્યારે હુમલાખોર પ્રેમીને ખબર પડી કે યુવતી દરરોજ સવારે તેની ફ્રેન્ડ સાથે વસ્તાદેવરી રોડથી નીકળે છે, ત્યારે તે ત્યાં પહોંચીને તેની રાહ જોઈ રહ્યો હતો. યુવતી આવતાની સાથે જ તેને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યો. યુવતી અને તેની ફ્રેન્ડ બૂમો પાડવા લાગ્યા. તે સમયે ત્યાં લોકોના એકઠા થઈ ગયા એવામાં આરોપી દીપુન જૈનાએ બ્લેડ કાઢીને બાળકીના ગળા પર મૂકી દીધી હતી અને તે જ સમયે ભીડમાંથી નીકળેલા ચિંતન પટેલ નામના બહાદુરે દીપુન જૈનાને ધક્કો મારીને બાળકીને હુમલો કરતા બચાવી હતી.

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

 

    follow whatsapp

    ADVERTISEMENT