સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના, પાગલ પ્રેમીએ પ્રેમિકાને ગુપ્ત ભાગમાં છરીના ઘા માર્યા

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat Crime News: સુરતમાં યુવતીઓ હજુ પણ સલામત નથી. ફરી એકવાર ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા કરી ગઈ. સુરતમાં જહાંગીર પુરા વિસ્તારમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા માર્યા હતા. દીકરીને બચાવવા માતા વચ્ચે આવતા તેમના પર પણ યુવકે હુમલો કર્યો હતો. વેલેન્ટાઈન વીકમાં બંનેના સંબંધો તૂટી જતા બદલો લેવા આરોપી પ્રયાસ કરી રહ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે આ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Ahmedabad: ફતેવાડીના મેન્સન ફ્લેટમાં પ્રચંડ આગ લાગતા 41 વાહનો બળીને ખાખ, ફાયરની ટીમે 200 લોકોનું કર્યું રેસ્ક્યૂ

સો.મીડિયા પર બંનેનો સંપર્ક થયો હતો

વિગતો મુજબ, સુરતના જહાંગીર પુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી 23 વર્ષની એક યુવતીને સોશિયલ મીડિયાથી પ્રતીક પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. યુવતી પિતાના ટ્યુશન ક્લાસમાં ભણાવતી હતી. જોકે પ્રતિક વારંવાર યુતવીને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેની પાસે જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ તથા અન્ય દસ્તાવેજો માંગતો હતો. બાદમાં પ્રતિકે ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લેશે. 

દબાણ કરીને મંદિરમાં લગ્ન કરી લીધા

એક દિવસે રાત્રે યુવતીને ફોન કરીને પ્રતિકે કહ્યું કે, તેણે એસિડ પી લીધું છે અને જો યુવતી લગ્ન નહીં કરે તો તે મરી જશે. આથી ડરી ગયેલી યુવતી તેની વાતોમાં આવી ગઈ અને અલથાણમાં મહાદેવના મંદિરમાં જઈને પ્રતિક સાથે લગ્ન કર્યા હતા. જોકે યુવતીના માતા-પિતાને આ અંગે જાણ થતા તેમણે વિરોધ કર્યો હતો અને રજીસ્ટ્રેશન ન થયું હોવાથી લગ્નને ફોક ગણાવ્યા હતા. 

ADVERTISEMENT

આ પણ વાંચો: ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, ગુજરાતમાં 65 DySPની બદલી, જુઓ લિસ્ટ

છરી વડે યુવતી અને તેની માતા પર હુમલો

ઘટનાના દિવસે યુવતી પોતાની માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે ગુસ્સામાં પ્રતિકે તેને ગળા, કાંડાના ભાગે છરીના ઘા માર્યા હતા. આ બાદ ગુપ્ત ભાગમાં પણ છરીના ઘા માર્યા હતા. દીકરીને બચાવવા માટે માતા વચ્ચે આવતા આરોપી યુવકે તેમને પણ ઈજા પહોંચાડી હતી. ઘટનામાં યુવતી તથા તેના માતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પ્રતિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT