Surat: ઈન્ટરનેશનલ એરપોર્ટમાં છતમાં લીકેજ, વરસાદનું પાણી ટપકતા 3-3 ડોલ નીચે મૂકવી પડી

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat Airport News: સુરતમાં ભારે વરસાદના કારણે કરોડોના ખર્ચે બનેલા ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણી ટપકવાની ઘટના બની હતી. ફ્લોર પર પાણી પડવાના કારણે મુસાફરોને પરેશાની ન થાય એટલા માટે ડોલો મૂકવી પડી હતી. જેનો વીડિયો હવે વાઈરલ થયો છે. પાણીના કારણે એરપોર્ટમાં 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો હતો. જોકે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ એરપોર્ટની છત આ રીતે લીકેજ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

એરપોર્ટની છત ટપકતા ડોલ મૂકવી પડી

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી 3 જેટલી ડોલ મૂકવામાં આવી હતી. પાણી ટપકતા મુસાફરોના લપસવાનો ભય હોવાથી એરપોર્ટ સ્ટાફ દ્વારા 2000 સ્ક્વેરનો એરિયા બંધ કરી દેવામાં આવ્યો હતો. જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને BCAS દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે જૂના ટર્મિનલની બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ હાલ શરૂ થવાની શક્યતા નહીવત છે.

2009માં ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું હતું

નોંધનીય છે કે જૂના ટર્મિનલ બિલ્ડિંગને રિ-ડેવલપમેન્ટ માટે રૂ.17.26 કરોડનું ટેન્ડર ઈસ્યૂ કરાયું હતું. જે મુંબઈની લેન્ડમાર્ક કંપનીને મે મહિનામાં રૂ.13.43 કરોડમાં મળ્યું હતું. ઉપરાંત AAIએ વર્ક ઓર્ડર પણ ઈશ્યૂ કર્યો હોવાથી મુંબઈની કંપનીને કામ પૂરું કરવા માટે 6 મહિનેનો સમય અપાયો હતો. જોકે હજુ સુધી આ કામગીરી શરૂ થઈ નથી. 2009માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. 

ADVERTISEMENT

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
 

    follow whatsapp

    ADVERTISEMENT