Surat: પ્રેમ લગ્નનો દોઢ વર્ષમાં આવ્યો કરુણ અંજામ, પતિએ વકીલ પત્નીને હોટલમાં બોલાવી ક્રૂરતાથી હત્યા કરી

ADVERTISEMENT

Surat News
હત્યારા પતિની પત્ની સાથેની તસવીર
social share
google news

Surat Crime News: સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાં પતિએ ખૂની ખેલ ખેલતા પોલીસ દોડતી થઈ હતી. 24 વર્ષની વકીલ યુવતીને હોટલમાં મળવા બોલાવીને તેના જ પતિએ છરીથી તેની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. બાદમાં રૂમમાં જ લાશ પાસે 24 કલાક સુધી બેસી રહ્યો હતો. હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતા જ હત્યારો પતિ દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો.

24 કલાકથી કપલ રૂમમાં બંધ રહેતા સ્ટાફને ગઈ શંકા

વિગતો મુજબ, સુરતના પાલમાં વિસ્તારમાં ધ બુલ ગ્રુપ હોટલમાંથી 24 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. ગુરુવારે સાંજે એક કપલ અહીં આવ્યું હતું અને શુક્રવાર સાંજ સુધી રૂમનો દરવાજો ન ખુલતા હોટલના સ્ટાફે કંઈક અજુગતુ થયાની શંકા ગઈ હતી. આથી હોટલ મેનેજરે સ્ટાફ પાસે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે એક યુવક બહાર નીકળ્યો અને ભાગી ગયો હતો. હોટલ સ્ટાફે રૂમમાં જોતા અંદર યુવતીની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી અને આંતરડા બહાર નીકળી ગયા હતા. હાથની નશો પણ કાપેલી હતી. આથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

દોઢ વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

પોલીસની તપાસમાં 24 વર્ષની યુવતીનું નામ નિશા ચૌધરી અને વ્યવસાયે વકીલ હોવાનું સામે આવ્યું હતું. નિશાએ દોઢ વર્ષ પહેલા રોહિત કટકર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો અને વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. એવામાં પતિએ પત્નીને પાલ વિસ્તારની હોટલમાં બોલાવી હતી અને ત્યાં છરીના ઘા મારીને ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી નાખી હતી. 

ADVERTISEMENT

પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ

ઘટના બાદ પોલીસે આરોપી પતિને પકડી લીધો હતો. રોહિત મહારાષ્ટ્રનો રહેવાસી છે. ત્યારે દંપતી અડાજણમાં જ રહેતું હોવા છતાં હોટલમાં શું કામ ગયું હતું તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. શું પતિએ પહેલાથી જ હત્યાનો પ્લાન ઘડીને રાખ્યો હોય એવી આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે આરોપી પતિની કડક પૂછપરછ શરૂ કરી છે.  
 

    follow whatsapp

    ADVERTISEMENT