સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા, ખુદ મેયર પાણીનો નિકાલ માટે રસ્તા પર ઉતર્યા
સંજયસિંહ રાઠોડ/સુરત: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં પણ ગઈકાલે મોડી રાતથી મેઘરાજા વરસી રહ્યા છે.…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં પણ ગઈકાલે મોડી રાતથી મેઘરાજા વરસી રહ્યા છે. જેના પગલે શહેરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યા સર્જાયા હતા. એવામાં ખુદ સુરતના મેયરને પાણીનો નિકાલ કરાવવા ઘર બહાર નીકળવું પડ્યું હતું. તો બીજી તરફ બારડોલીમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા
સુરતમાં મોડી રાતથી મેઘરાજા વરસી રહ્યા છે અને આજે સવારથી પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો છે. જેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પાણી ભરાવાની સમસ્યાને લઈને ખુદ રસ્તે ઉતર્યા હતા અને મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કરવા માટેની સૂચનાઓ આપી હતી. મેયરનું આ રૂપ જોઈને સવાલ એ થાય છે કે પ્રિમોન્સૂન કામગીરી જ્યારે સુરત મહાનગરપાલિકા કરતી હોય છે ત્યારે દરેક ચોમાસામાં સુરત શહેરની પરિસ્થિતિ આવી કેમ થઈ જાય છે?
ADVERTISEMENT
ડિંડોલીમાં કેડ સમા પાણી ભરાયા
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ઘર બેઠા કે ઓફિસ બેઠા સુચના આપવાની જગ્યાએ ખુદ મેયરને કેમ રસ્તે ઉતરવું પડ્યું છે. આ એક સવાલ સુરત શહેર ના સમાજસેવી ધર્મેશગામી કરી રહ્યા છે. ચોમાસાના ત્રીજા દિવસે સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના અડાજણ પાટિયા, ઈચ્છાપોર, ડિંડોલી, વરાછા, કાપોદરા, પર્વત પાટિયા, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. તેમાં ડિંડોલીમાં કેડ સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરત, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT