Surat: મહિને 1 લાખનો પગાર ધરાવતા ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Surat Bribe Case: વિવિધ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કેવો ફૂલ્યોફાલ્યો છે તેનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતના સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કામ કરતા અધિકારીએ ફૂડ લાયસન્સ આપવા માટે કચેરીના વહીવટી કારકુન પાસેથી રૂ.45,000ની લાંચ માંગી હતી.
ADVERTISEMENT
Surat Bribe Case: વિવિધ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કેવો ફૂલ્યોફાલ્યો છે તેનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતના સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કામ કરતા અધિકારીએ ફૂડ લાયસન્સ આપવા માટે કચેરીના વહીવટી કારકુન પાસેથી રૂ.45,000ની લાંચ માંગી હતી. આ અંગે લાઇસન્સ ધારકે સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં ફરિયાદ કરી હતી. જે બાદ કાર્યવાહી કરતા સુરત ACBની ટીમે મનપાના બંને કર્મચારીઓને 45 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા.
ફૂડ લાઈસન્સ માટે માંગી 45,000ની લાંચ
સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ અને એડમિન ક્લાર્ક ગુલામ શેખનો સમાવેશ થાય છે. બંનેએ મળીને એક ફરિયાદી પાસેથી 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી કે તેને ખાદ્યપદાર્થો અને શાકભાજી વેચવાનું લાઇસન્સ આપવા માટે પૈસાની માગણી કરી છે, પરંતુ પરવાનેદાર તેમને આટલી મોટી લાંચ આપવા માંગતા ન હતા. આથી તેણે આ અંગે ફરિયાદ કરવા માટે સુરત એન્ટી કરપ્શન બ્યુરો ઓફિસના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે ત્યાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે સુરત એન્ટી કરપ્શન બ્યુરો યુનિટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીનો મહિને 1 લાખનો પગાર
સુરત એન્ટી કરપ્શન બ્યુરો ઓફિસના ડીવાયએસપી આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી ઓફિસર અને ઓફિસ એડમિનિસ્ટ્રેટર ક્લાર્ક દ્વારા ખાદ્યપદાર્થો અને શાકભાજી વેચવા લાઈસન્સ માટે કરેલી લાંચની માંગણીના આધારે તેની રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ વિભાગને પગલાં લેવા માટે જાણ કરવામાં આવી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હેમેન ગોહિલ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે અને તેમનો પગાર રૂ.1 લાખ 5 હજાર અને ગુલામ શેખનો પગાર રૂ.35 હજાર છે. આ લોકોએ રૂ. 45 હજારની લાંચ માંગી હતી અને રૂ.45 હજાર લેતા ઝડપાઇ ગયા છે.
ADVERTISEMENT
અન્ય લોકો પાસેથી લાંચ લીધી છે કે કેમ તેની તપાસ થશે
ફરિયાદી મુજબ, સામાન્ય રીતે જ્યારે દિવાળી જેવા તહેવારો આવે છે ત્યારે પણ પૈસાની માંગણી કરવામાં આવે છે. ફરિયાદીએ લાયસન્સ માટે અરજી પણ અઘિકારીઓના કેહવાથી કરી હતી. બીજું, જો આવા કોઈ ફરિયાદી હશે તો અમે તેમની પૂછપરછ કરીશું અને તેમને તપાસમાં સામેલ કરીશું.
ADVERTISEMENT