સુરતમાં વધુ એક લવ જેહાદ! ટ્યુશન જવા નીકળેલી 19 વર્ષની યુવતી પ્રેમીને મળવા દુબઈ પહોંચી

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat Love Jehad News: ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સુરત શહેરમાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે. લવ જેહાદનો ભોગ બનેલી યુવતીનું વિધર્મી યુવકે લગ્ન કર્યા વિના નામ બદલી નાખ્યું અને તેને બુરખો પણ પહેરાવી દીધો. આ વાતની સાક્ષી આપતાં છોકરા સાથે છોકરીની તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિધર્મી યુવક અને યુવતીના ફોટોમાં તે બુરખો પહેરેલી દેખાય છે. ફોટો પર તેનું નામ શાઇના શેખ લખેલું છે. 

લગ્ન કે નિકાહ કર્યા વિના યુવતીનું નામ બદલી નાખ્યું 

જોકે, તેને સુરતથી દુબઈ બોલાવનાર વિધર્મી યુવકે ન તો યુવતી સાથે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે કે ન તો મુસ્લિમ રિવાજ પ્રમાણે. લવ જેહાદનો ભોગ બનેલી યુવતીને યુવકે દુબઈ બોલાવી લીધી તેની પરિવારને જાણ પણ નહોતી. ટ્યુશન જવાનું કહી ઘરેથી નીકળેલી યુવતી ઘરે પરત ન ફરતાં તેના માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે યુવતીના માતા-પિતાએ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 

સીસીટીવી ચેક કરતા મળ્યો પુરાવો

બીજી તરફ, પોલીસ આ મામલે કોઈ તપાસ કરે તે પહેલા જ યુવતીના પરિવારજનોએ તેમના ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને પુરાવા એકત્ર કરી લીધા હતા. જેમાં સીસીટીવીમાં યુવતી મોં બાંધીને અને બેગ લટકાવીને એકલી જતી જોવા મળી હતી. યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ અને યુવતીના પરિવારને ખબર પડી હતી કે યુવતી ભારતમાં પણ નથી. તે જ વિસ્તારમાં રહેતા એક વિધર્મી યુવકના બોલાવવા પર તે દુબઈ પહોંચી ગઈ છે. 

ADVERTISEMENT

યુવકના પરિવારજનો પર પ્રેશર કરતા પાછી આવી

અહીં, પોલીસે વિધર્મી યુવકના પરિવાર પર દબાણ લાવવાનું શરૂ કર્યું અને યુવતીને દુબઈથી ભારત મોકલવાનું કહ્યું. પોલીસના દબાણમા યુવકે યુવતીને દુબઈથી એકલી સુરત પરત મોકલી હતી અને પોતે દુબઈમાં જ રોકાયો હતો. સુરત પહોંચીને પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યું હતું અને તેને દુબઈ જવાનું કારણ પૂછ્યું હતું. આ અંગે યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાની મરજીથી દુબઈ ગઈ હતી અને તેને કોઈ લઈ ગયું ન હતું. હવે તે તેના માતા-પિતાના ઘરે રહેવાને બદલે તેની માસીના ઘરે રહેશે.

આ ઘટના આ વર્ષના માર્ચ મહિનામાં બની હતી. અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 19 વર્ષની હિંદુ યુવતીને તે જ વિસ્તારમાં રહેતા સમીર શેખ ઉર્ફે સમીર ભરૂચી નામના યુવકે લવ જેહાદમાં ફસાવી હતી.

ADVERTISEMENT

દુબઈ ગયા બાદ સમીરે યુવતીને ફોન કર્યો હતો

યુવતીને લવ જેહાદમાં ફસાવનાર સમીર શેખ જ્યારે તેના કામ માટે દુબઈ ગયો હતો. તેણે પાછળથી યુવતીને પણ દુબઈ બોલાવી હતી, જેથી કોઈ તેના પર શંકા ન કરે. અહીં યુવતીનો પરિવાર અને પોલીસ સમીરના પરિવાર પર સતત દબાણ કરી રહી હતી કે તે યુવતીને દુબઈથી પરત લઈને આવે.

ADVERTISEMENT

દબાણના કારણે સમીર શેખે યુવતીને સુરત પરત મોકલી દીધી હતી. પરંતુ, સુરત પહોંચીને યુવતીએ એવું કોઈ નિવેદન આપ્યું ન હતું જેના કારણે સમીરને કોઈ કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. આથી પોલીસે ગુમ વ્યક્તિની અરજી દાખલ કરી હતી.

માતા-પિતા આ વાતને ગંભીર ગણાવી રહ્યા છે

લવ જેહાદનો શિકાર બનેલી યુવતીના માતા-પિતા કહી રહ્યા છે કે તેમની દીકરી માટે બિન-હિન્દુ વ્યક્તિ સાથે પ્રેમ કરવો એ ગંભીર બાબત છે. તેમનું કહેવું છે કે તેમની દીકરીનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તે પછી તેને લવ જેહાદમાં ફસાવી દેવામાં આવી છે. તેમની દીકરી આવી ન હતી.પિતાનું કહેવું છે કે તેમની પુત્રીને લવ જેહાદમાં ફસાવવા માટે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પ્રયાસો થઈ રહ્યા હતા. છોકરી હજુ પણ યુવકના પ્રભાવમાં છે. તે તેમની વાત સાંભળતી નથી. તેની નજરમાં હવે તેના માતા-પિતા કંઈ નથી. 

માતા-પિતાએ કહ્યું- સમીરે બ્રેઈનવોશ કરી નાખ્યું

લવ જેહાદનો ભોગ બનેલી યુવતીની માતાનું કહેવું છે કે તેમની પુત્રીને એવી રીતે ફસાવી દેવામાં આવી છે કે આજે તે અમારી વાત સાંભળવા તૈયાર નથી. અમે અમારી દીકરીના લગ્ન અને તેના ભવિષ્ય વિશે ઘણા સપના જોયા હતા. પરંતુ, સમીરે તેનું એટલું બ્રેઈનવોશ કર્યું છે કે તે માત્ર તેને જ જોઈ રહી છે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT