સુરતમાં મોટી દુર્ઘટના: મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી ક્રેન અચાનક ધરાશાયી, મચી અફરાતફરી

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat News: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી મોટી ક્રેન નજીકના મકાન પર પડી છે. મહાકાય ક્રેન મકાન પર પડતાં ઘરને ભારે નુકશાન થયાની માહિતી મળી રહી છે, જો કે  કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા નથી.

ક્રેન પલટી ગઈ 

સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી ગઈ હતી. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. આ ક્રેન પલટી મારી એક મકાન પર પડી જેના કારણે તેને  ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બનતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. ઘટનાની ભયાનક તસવીરો સામે આવી છે. જેમાં જોઇ શકાય છે કે પહેલા ક્રેન એક તરફ ઝૂકી ગઇ હતી અને જોતજોતામાં મકાન પર પડી હતી.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT